________________
બત્રીશી-૭, લેખાંક-૪૧
૪૩૫
સ્થાનકવાસી સંતો પણ પોતાના શ્રદ્ધાળુ વર્ગને તો ખૂબ જ આરાધકપાપભીરુ ગુણિયલ લાગતા હતા... વાતો તો એવી કરનારા હતા કે સાંભળનારને એમ જ લાગે કે આમના જેવા આત્માર્થી અને હિતોપદેશક બીજા કોઈ નથી.. અને છતાં એમણે ખુદ તો ઘોર પાપ બાંધ્યાં... સ્વશ્રદ્ધાળુઓને ઉન્માર્ગ પકડાવી અહિતની ઘોર ગર્તામાં ધકેલ્યા. મૂર્તિપૂજક સંઘમાં પણ કોઈકને અભિનિવેશ ગાઢ બને છેત્યારે આવું જોવા મળે જ છે-મળ્યું જ છે. અસ્તુ.)
“મૂર્તિપૂજા પાપ છે' આવું શાસ્ત્રમાં ક્યાંય જણાવેલું નથી. છતાં, એમાં જો પાપ લાગતું હોત તો, પ્રાયશ્ચિત્તના જે ગ્રન્થો છે તે છેદગ્રન્થોમાં પ્રભુની મૂર્તિ બનાવવાનું, મંદિર બનાવવાનું, પ્રતિષ્ઠા કરવાનું, પૂજા કરવાનું... આ બધાનું પ્રાયશ્ચિત્ત બતાવ્યું જ હોત. પણ આવું કોઈ જ પ્રાયશ્ચિત્ત કયાંય કહ્યું નથી, માટે જિનપૂજા એ પાપ નથી, પણ “ધર્મ' તરીકે સિદ્ધ થાય છે.
સ્થા. - અમને એવું સમજાવવામાં આવ્યું છે કે પ્રભુના સમયમાં મૂર્તિપૂજા હતી નહીં. પરંતુ પાછળથી શાસ્ત્રોમાં એને જોડી કાઢવામાં આવી.
મૂર્તિ. - જો આવું હોય તો મૂળ આગમોમાં તથા એની નિર્યુક્તિ વગેરે શાસ્ત્રોમાં મૂર્તિપૂજાની વાત શી રીતે હોય શકે ? દેવલોકની પ્રતિમાઓ શાશ્વત છે. તો પ્રભુના સમયમાં પણ મૂર્તિ અને એની પૂજા હતી એ સ્પષ્ટ છે.
આજથી લગભગ ૮૬,000 વર્ષ પૂર્વે દ્રૌપદીએ પ્રભુપૂજા કરી હતી એનો પાઠ જ્ઞાતાધર્મકથામાં છે. પ્રભુ મહાવીરસ્વામીના સમયમાં થયેલા ગૌતમ બુદ્ધ રાજગૃહી નગરીમાં શ્રી સુપાર્શ્વનાથ ભગવાનના તીર્થમાં ઉતર્યા હતા એવું બૌદ્ધ ગ્રન્થ માવચ્ચ ૧-૨૨-૨૩ માં કહ્યું છે. કલિંગમાં હાથી ગુફામાં મહારાજા ખારવેલના શિલાલેખમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org