________________
બત્રીશી-૭, લેખાંક-૪૧
૪૩૩ જોઈએ-શ્રી રાયપસેણિય મૂળ આગમમાં- દેવલોકમાં જિનેશ્વર ભગવાનની અવગાહના પ્રમાણ ૧૦૮ જિનપ્રતિમા પદ્માસનમાં ઋષભ, વર્ધમાન, ચન્દ્રાનન અને વારિણજિનની છે' એમ કહ્યું છે. હવે આનો સીધો અર્થ કરવામાં તો મૂર્તિ માનવી જ પડે. એટલે શું કર્યું ? “જિન” શબ્દનો અર્થ કર્યો “અવધિજિન” અને એ પણ મિથ્યાત્વી કામદેવ. અને પછી પોતાના શ્રદ્ધાળુઓને એમ સમજાવી દીધું કે આ તો કામદેવની મૂર્તિની વાત છે, ભગવાનની મૂર્તિની નહીં. હવે આના પર વિચારો –
(૧) જૈનશાસ્ત્રોમાં બધે “જિન” શબ્દનો પ્રયોગ સામાન્યથી અરિહંત'ને જણાવવા માટે થાય છે. જો કોઈ વિશેષ શબ્દ સાથે વાપર્યો ન હોય તો. નહીંતર તો જિનના અનુયાયીની જેમ કામદેવના અનુયાયીને પણ “જૈન” કહેવા પડે. ૨. કામદેવની પ્રતિમા ક્યારેય પદ્માસનમાં હોતી નથી. ૩. કામદેવના ઋષભ, ચંદ્રાનન વગેરે ચાર નામ ક્યાંય પ્રસિદ્ધ નથી. ૪. અન્ય આગમ જીવાભિગમસૂત્રમાં, આ પ્રતિમાઓની ઈન્દ્રાદિદેવો નમુત્થણં સૂત્રદ્વારા સ્તવના કરે છે એમ કહ્યું છે. નમુત્થણે સૂત્ર અરિહંતની સ્તવના માટે જ પ્રસિદ્ધ છે. ૫. ઈન્દ્રો સમ્યવી હોય છે, એ કામદેવની સ્તવના કરે એ શી રીતે સંભવે ? ૬. કામદેવની મૂર્તિનું જિનાગમમાં વિસ્તારથી વર્ણન શું હોય શકે ?
એટલે જિનપ્રતિમાનો અર્થ અરિહંતની પ્રતિમા જ છે, કામદેવની નહીં, એ સ્પષ્ટ છે. પણ અભિનિવેશ-કદાગ્રહ પકડાઈ ગયા પછી શાસ્ત્રપાઠમાં ફેરફાર-ઉટપટાંગ અર્થ વગેરે બધું શક્ય છે.
(આપણે ત્યાં તપાગચ્છમાં એક ચોક્કસવર્ગ પોતાની પકડાઈ ગયેલી ગલત માન્યતાને સિદ્ધ કરવા માટે આવી ગમે તે હદે જવાની ધૃષ્ટતા કરી રહ્યો છે એવું જણાય છે. આચારાંગ-નિર્યુક્તિવૃત્તિના પાઠમાંથી યુગપ્રધાનાનાં શબ્દ ઊડાડી દેવામાં આવ્યો. આ શરતચૂક નહોતી, કારણકે એના ગુજરાતી અનુવાદમાં પણ એનો અર્થ નહોતો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org