________________
જે
ર
બત્રીશી-૭, લેખાંક-૪૧
૪૩૧ મૂર્તિ. - આ બિલકુલ ગલત માન્યતા છે કે શાસ્ત્રોમાં આની કોઈ વાત નથી. જુઓ - ૧. શ્રી ઠાણાંગસૂત્રમાં ચોથા સ્થાનમાં નંદીશ્વરદ્વીપ પર રહેલા
જિનમંદિરોનું વર્ણન છે.
શ્રી સમવાયાંગ સૂત્રના સત્તરમા સમવાયમાં જંઘાચારણ અને વિદ્યાચારણમુનિઓએ નંદીશ્વરદ્વીપની કરેલી યાત્રાનું વર્ણન છે. શ્રી ભગવતીસૂત્રના ત્રીજા શતકના પહેલા ઉદેસામાં ચમરેન્દ્રના અધિકારમાં જિનપ્રતિમાનું શરણ લેવાની વાત છે. શ્રી ઉપાસકદશાંગમાં આનંદશ્રાવકના અધિકારમાં જિનમૂર્તિની ઉલ્લેખ છે. શ્રી રાયપસેણિયસૂત્રમાં સૂર્યાભદેવે કરેલી પૂજાનું વર્ણન છે.
શ્રી જ્ઞાતાધર્મકથાઅંગમાં દ્રૌપદીએ કરેલી પૂજાનું વર્ણન છે. ૭. શ્રીજીવાભિગમસૂત્રમાં વિજયદેવે કરેલી જિનપૂજાનું વર્ણન છે.
આ તો કેટલાક નામો બતાવ્યા. આ સિવાય પણ સેંકડો શાસ્ત્રોમાં મૂર્તિપૂજાની વાત છે જ.
સ્થા. - જો આવું છે તો અમને “મૂર્તિપૂજા કોઈ આગમમાં કહી નથી' એમ કેમ કહેવામાં આવે છે ?
મૂર્તિ. - આ તો એવું જેઓ કહેતા હોય એમને જ પૂછવું જોઈએ.
વાસ્તવિકતા એ છે કે હજારો વર્ષથી ૪૫ આગમ અને અન્ય શાસ્ત્રો ચાલી આવે છે. પણ કેટલાકોએ પોતાની બુદ્ધિથી આ નિર્ણય કરી લીધો કે “મૂર્તિપૂજા પાપ છે.” જે આગમોમાં મૂર્તિપૂજા સ્પષ્ટરૂપે
તું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org