________________
૪૩૨
બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે બતાવી છે એ આગમોને અમાન્ય જાહેર કરી દીધા. બાકીના જ માન્ય. (જો કે એમાં પણ મૂર્તિપૂજાની વાત છે જ એ આપણે જોઈ ગયા છીએ.) અને આગમેતર બીજા શાસ્ત્રોમાં તો મૂર્તિપૂજાનાં સ્પષ્ટ વિધાનો મળે છે. માટે એ શાસ્ત્રોને સર્વથા અમાન્ય કરી દીધા.
આશ્ચર્ય તો એ છે કે આગમોનો અર્થ કરવા માટે સહાય તો એ જ નિર્યુક્તિ- ભાષ્ય વગેરે શાસ્ત્રોની લીધી, જેને પોતે અમાન્ય માને છે. કારણકે એ સિવાય મૂળ આગમોના અર્થ સમજવા સંભવિત જ નહોતા અને નથી જ. આજે પણ આગમોનો અનુવાદ એ શાસ્ત્રોના આધારે જ થાય છે, ભલે ને કોઈપણ સંત કરે.
દુઃખની વાત એ છે કે પોતાને માન્ય આગમોમાં જ્યાં મૂર્તિપૂજાની વાત છે ત્યાં શાસ્ત્રપાઠ સાથે ચેડાં કર્યા અથવા ઉટપટાંગ અર્થ કર્યા. જુઓ સ્થાનકવાસી સંત શ્રી વિજયમુનિ શાસ્ત્રી અમરભારતી (ડિસેંબર ૧૯૭૮ પૃ. ૧૪) પર લખે છે કે-પૂજ્યશ્રી घासीलालजी म.ने अनेक आगमों के पाठो में परिवर्तन किया है, तथा अनेक स्थलों पर नये पाठ बनाकर जोड दिये है, इस प्रकार पुष्कर भिक्षुजी म. ने अपने द्वारा संपादित सुत्तागमे में अनेक स्थलों से पाठ निकालकर नये पाठ जोड दिये है । बहुत पहले गणि उदयचन्द्रजी महाराज पंजाबी के शिष्य रत्नमुनिजीने भी दसवैकालिक आदि में सांप्रदायिक अभिनिवेश के कारण पाठ बदले हैं ।
કોઈપણ મધ્યસ્થ વ્યક્તિ, જે સત્યનો પક્ષપાતી છે, આત્મહિત ચાહતો હોય તો આ સંતોને પૂછે કે “૪૦૦ વર્ષ યા એનાથી પહેલાંની આગમોની હસ્તલિખિત પ્રતમાં એ આગમપાઠ બતાવે તો વાસ્તવિકતા બહાર આવી જશે.
હવે, આગમોનો અર્થ કરવામાં કેવી ગરબડ કરી છે એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org