________________
બત્રીશી-૭, લેખાંક-૪૧
૪૨૭
આશાતનારૂપ હોવાથી હિંસા વગેરે કરતાં પણ મોટું પાપ છે, એમ મહાત્માઓને વંદનાદિનો નિષેધ કરવો, એની બાધા આપવી- લેવી... વગેરે પણ ૫૨મ ઉપાસ્ય પંચપરમેષ્ઠી પ્રત્યે એક બહુ ગંભીર અપરાધરૂપ હોવાથી હિંસા વગેરે કરતાં ભયંકર પાપરૂપ છે.
એટલે, સાધુ યુવાન્-સશક્ત હોવા છતાં રસોડાની કે ભક્તની ગોચરી વાપરતા હોય. વિહારમાં ઉપધિ ઉંચકતા ન હોય... બે-ત્રણ સાધુઓની પણ વિહારમાં પણ ત્રણ-ચાર બોક્સ જેટલી ઉપધિ હોય (ચોમાસા વગે૨ે સ્થિરતા દરમ્યાન તો કેટલો પરિગ્રહ હશે ? ભગવાન્ જાણે)... હમેશા ધોળા બાસ્તા જેવા વસ્ત્રો પહેરતા હોય... નોકરો પાસે કાપ કઢાવતા હોય.. હાથ-પગ- મુખ ધોતા હોય... દેહશોભાને નજરમાં રાખી કામળી ઓઢતા હોય... એના એ જ સાધ્વીજીઓ સાથે ચોમાસામાં ને શેષકાળમાં વિચરતા રહેવું-નવાંગી ગુરુપૂજન કરાવવુંવગેરેરૂપ બ્રહ્મચર્યની ઘાતક શિથિલતા સેવતા હોય... રાજકારણીઓને પણ પાછા પાડે એવી સ્ટંટબાજીમાં પાવરધા હોય... આવું બધું ભલે ગમે તે શિથિલાચરણ હોય... પણ અમારી માન્યતાવાળા છે, માટે સુગુરુ....એ વંદનીય...એની ભક્તિ કરવાની...વ્યાખ્યાન સાંભળવાના... બધું જ કરવાનું...
ને ગમે એવા સારા સંયમી હોય... પણ જો અમારા કરતાં અલગ માન્યતાવાળા છે... તો એ કુગુરુ- અવંદનીય- એમને ભક્તિથી ગોચરી ન વહોરાવાય. એમના વ્યાખ્યાન ન સંભળાય...
આવો બધો નિષેધ એ પંચપરમેષ્ઠીની આશાતનારૂપ હોવાથી બહુ જ ભયંકર કક્ષાનું પાપ છે, કારણકે પોતાની માન્યતાના આધારે સુગુરુ-કુગુરુના ભેદ પાડવાનું શાસ્ત્રોમાં ક્યાંય જણાવ્યું નથી.
પ્રશ્ન : આમાં માન્યતાનો પ્રશ્ન નથી... તેઓ જિનવચનોને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org