Book Title: Battrishina Sathware Kalyanni Pagthare Part 03
Author(s): Abhayshekharsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 150
________________ બત્રીશી-૭, લેખાંક-૪૦ ૪૨૫ એમાં હિંસા તો છે જ... જ્યારે સામાયિકમાં તો માત્ર લાભ જ છે. દોષ જરાય નહીં. તો સામાયિક જ ન કરવું જોઈએ ? ઉત્તર : તો પછી સામાયિક છોડીને ગુરુવંદન- પ્રવચન શ્રવણ વગેરરૂપ બીજું કોઈ અનુષ્ઠાન કરવું ન જોઈએ. કારણકે બધામાં હિંસા તો રહી જ છે. જો આનો નિષેધ નહીં, તો પૂજાનો શા માટે ? તથા, ફુલોને વિંધવા નહીં, કચડવા નહીં, ફેંકવા નહીં, પાંખડીઓ અલગ-અલગ કરવી નહીં, નિર્માલ્યરૂપે ઉતરેલા ફુલોમાં જીવાત ન થાય કે જીવાતની વિરાધના ન થાય એ રીતે એના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવી... આ બધામાં જયણાના સંસ્કાર પેદા થાય છે, જે એક મોટો લાભ છે. માટે પૂજાનો નિષેધ યોગ્ય નથી. હા, શક્તિ-ભાવના હોય તો જીવનભરનું સામાયિક જ કરવું જોઈએ. દીક્ષા લઈ લેવી જોઈએ. પ્રશ્ન : શ્રદ્ધાળુને ભલે જિનપૂજાથી લાભ થાય. પણ જેને શ્રદ્ધા નથી એને તો શુભભાવ ન જાગવાથી લાભ નહીં થાય. ને હિંસાનો દોષ તો લાગશે જ. માટે એને તો પૂજાનો નિષેધ કરવો જ જોઈએ ને? ઉત્તર : જો કોઈ નાસ્તિક એમ કહે કે “મને ગુરુદેવપર શ્રદ્ધા નથી. તેથી વંદન કરવામાં શુભ ભાવ જાગતા નથી. તો મને તો આવવા-જવાની હિંસાનો દોષ જ લાગશે. માટે હું વંદન કરવા નહીં જાઉં.” તો તમે શું કરશો ? એ જ ને કે એની શ્રદ્ધા વધે એ રીતે સમજણ આપીને ગુરુવંદન માટે ઉલ્લસિત કરવો. તો અમે પણ આ જ કરીશું કે જેથી એની પ્રભુપૂજા અંગે શ્રદ્ધા વધે ને એ પૂજા માટે ઉલ્લસિત થાય. આ અંગેની હજુ થોડી વાતો આગામી લેખમાં જોઈશું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162