________________
૪૨૪
બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે
વળી આ રીતે વિરાધના-વિરાધનાનો હાઉ ઊભો કરનારા પોતાના ઘરમાં લગ્નાદિ પ્રસંગે હજારો ફુલોના ડેકોરેશન કરતા જ હોય છે. કોઈ પ્રધાન આવવાના હોય તો દસ-વીસ કિલોનો ફુલહાર પહેરાવવામાં ગૌરવ માનતા હોય છે.. ને પ્રભુભક્તિમાં જ એમને વિરાધનાનો ડર લાગી જાય છે ! આ નરી મૂઢતા નથી ? ખરેખર જે જયણા પાળવાની હોય છે તે તો પાછા આ ભાગ્યશાળીઓ (!) પાળતા હોતા નથી. એ તો સ્પષ્ટ જ છે કે ફુલોને સોયથી વીંધીને ફુલહાર બનાવવા કરતાં ગૂંથીને ફુલહાર બનાવવામાં સમય-મહેનત ને મજુરી... બધું જ વધારે લાગે. એટલે ત્યાં બે-ચાર રૂપિયા બચાવવા માટે વીંધીને બનાવેલ ફુલહાર લેવા પણ તૈયાર થઈ જાય છે (!) અસ્તુ.)
પ્રશ્ન : પર્વતિથિએ તમે લીલાં શાક-ફળ વગેરેનો ત્યાગ કરો છો. તો પછી એ દિવસે પૂજામાં પણ ફળ-ફુલ વગેરે ન વાપરવા જોઈએ ને ?
ઉત્તર ઃ એમ તો પર્વતિથિએ સાંસારિક પ્રયોજનો માટે ક્યાંય આવવું-જવું પણ ન જોઈએ. છતાં વ્યાખ્યાનશ્રવણ માટે કાંઈ આવવા જવાનો નિષેધ નથી. સ્વયં ઉપવાસ કરનારો પણ સાધુ ભગવંતોને ગોચરી વહોરાવે જ છે ને ! સાંસારિક કાર્યોમાં વિષય-કષાયોને પરવશ થઈને થતી હિંસા અલગ વાત છે. એ નિષેધ્ય છે... ને વિષય-કષાય પર વિજય મેળવવાને થતા ધર્મકાર્યમાં થતી હિંસા એ અલગ વાત છે.. એ નિષેધ્ય નથી. તથા પર્વતિથિમાં લીલાં શાક વગેરેનો ત્યાગ એ માટે પણ થાય છે કે એ આસક્તિનું કારણ છે. પ્રભુભક્તિમાં એના સમર્પણથી તો ઉપરથી ત્યાગ થવાનો છે, રાગ નહીં, પછી એનો નિષેધ શા માટે ?
પ્રશ્ન : માની લીધું કે પૂજામાં પણ ધર્મ છે-લાભ છે. છતાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org