Book Title: Battrishina Sathware Kalyanni Pagthare Part 03
Author(s): Abhayshekharsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 147
________________ ૪૨૨ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે પોતપોતાનું વિશિષ્ટ ફળ હોય છે. એટલે હિંસા હોવા છતાં સરવાળે એ લાભકર્તા જ બની રહે છે. મૂર્તિ - આ જ વાત દ્રવ્યપૂજામાં પણ કેમ લાગુ ન પડે ? એક ભક્ત પ્રભુનો નામ જાપ શરુ કર્યો. પ-૭ મિનીટ તો મન એમાં લાગ્યું. પણ પછી જાપ ચાલુ હોવા છતાં મન ભટકવા લાગ્યું. એ જ વખતે જો એને જળપૂજા વગેરરૂપ અલગ પ્રકારની ભક્તિમાં જ જોડી દેવામાં આવે તો એ પ્રભુભક્તિમાં ફરીથી સ્થિર થઈ જશે. વળી થોડી વાર પછી ભટકવા લાગે તો ત્રીજા પ્રકારની જ ભક્તિમાં જોડવાથી પાછું સ્થિર થઈ જશે. આમ મનને દીર્ઘકાળ સુધી પ્રભુમાં તલ્લીન રાખવા માટે વિવિધપૂજા છે. સ્થા - માની લઈએ કે પુષ્પપૂજા વગેરેથી શુભભાવો પેદા થાય છે. પણ એ માટે બે-ચાર ફુલ પર્યાપ્ત છે. સેંકડો હજારો ફુલોની વિરાધનાની શી જરૂર છે ? આમ પણ જયણા તો સર્વત્ર જોઈએ જ. જયણાનો અર્થ જ એ છે કે હિંસા જેટલી ટાળી શકાય એટલી ટાળવી. મૂર્તિ - એમ તો સાધર્મિક ભક્તિ પણ દાળ-રોટલીથી જ થઈ જાય છે, પછી મિઠાઈ શા માટે ? અનેક મિઠાઈ શા માટે ? વાસ્તવિકતા એ છે કે જો અધિક શુભભાવોત્પત્તિનો લાભ છે, તો એ હિંસા દોષરૂપ નથી. જો બે-ચાર ફુલથી ભક્તિભાવ અનુભવાય છે, તો સેંકડો ફુલથી એ અધિક અનુભવાય.. પછી હિંસા દોષરૂપ શી રીતે ? નહીં તો એક સાધુ-સંતને વંદન કરી લીધા. હવે બીજાને કરવા ન જોઈએ, કારણકે ગમનાગમનમાં હિંસા તો થવાની જ. પણ ના. ત્યાં તો જેટલા વધું મહાત્માઓને વંદન. એટલો વધુ લાભ ગણાય છે. તો એમ જ પ્રસ્તુતમાં પણ જાણવું જોઈએ. સામગ્રી ઓછી કરવી એ જયણા નથી. પણ વિવેક રાખવો એ જયણા છે. જેમકે સાધર્મિક ભક્તિમાં રાત્રે રસોઈ ન કરવી, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162