Book Title: Battrishina Sathware Kalyanni Pagthare Part 03
Author(s): Abhayshekharsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 146
________________ બત્રીશી-૭, લેખાંક-૪૦ ૪૨૧ પ્રશ્ન : સાધુસંત કે મહેમાનને તો દ્રવ્યની આવશ્યકતા છે. ભગવાન તો વીતરાગ છે. એમને દ્રવ્યની જરૂર નથી. પછી દ્રવ્યપૂજાથી શું લાભ ? ઉત્તર : એમ તો ભગવાનને પોતાના સ્તુતિ-ગુણગાન વગેરેની પણ જરૂર નથી. છતાં આપણે કરીએ તો છીએ જ. શા માટે ? એ વિચારો. સ્તુતિ હોય- ભજન હોય કે દ્રવ્યપૂજા હોય.. બધાનો ઉદેશ આપણા મનને પ્રભુમાં તલ્લીન કરવાનો છે. દરેક પ્રકારની પૂજા મનને પ્રભુમાં એકાકાર કરવામાં સહાયક બને છે અને એટલે જ એ અનેક શુભફળોની જનક પણ બને છે. પ્રશ્ન : પણ એકાગ્રતા તો માત્ર સ્તુતિ-ભજનથી પણ આવી શકે છે. એના માટે જળ-પુષ્પાદિની વિરાધના કરવાની શી જરૂર ? ઉત્તર : એમ તો એ પણ કહી શકાય છે કે એકાગ્રતા તો માત્ર નામસ્મરણથી પણ શક્ય છે. પછી સ્તુતિ-ભજનની શી જરૂર ? વળી એમાં પણ ક્યારેક ક્ષમાગુણની. ક્યારેક વીતરાગતાની.. ક્યારેક સાધનાની.. આમ વિવિધ સ્તુતિઓની શી જરૂર ? વાસ્તવિકતા એ છે કે આપણું મન વિવિધતા તરફ આકર્ષાય છે. એટલે જ પૂજામાં વિવિધતા કહેલી છે. જે- જે અલગ રીતે મન પ્રભુમાં મગ્ન બને. તલ્લીન રહે.. એ બધી રીતે મનને પ્રભુમાં રમતું રાખવું એ જ્ઞાનીઓનો વિવિધ પૂજા દર્શાવવા પાછળ અભિપ્રાય છે. વિવિધતાના કારણે જ આપણું મન દીર્ઘકાળ સુધી પ્રભુમાં તલ્લીન રહી શકે છે, એ આપણો અનુભવ પણ છે જ. નહીંતરતો આવો પણ પ્રશ્ન શક્ય છે કે માત્ર સામાયિકથી પણ સાધના થઈ શકે છે, તો દાન-તપ વગેરેની શી જરૂર છે ? ગુરુવંદન-પ્રવચનશ્રવણ વગેરેમાં જવા-આવવાની વિરાધના શા માટે? સ્થા- બધા અનુષ્ઠાનોનું પોતપોતાનું મહત્ત્વ હોય છે અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162