Book Title: Battrishina Sathware Kalyanni Pagthare Part 03
Author(s): Abhayshekharsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 144
________________ બત્રીશી-૭, લેખાંક-૪૦ ૪૧૯ સ્થા. - પ્રતિમામાં ભગવાનના પ્રાણની પ્રતિષ્ઠા કરો છો તો શું ભગવાનને મોક્ષમાંથી નીચે લઈ આવો છો ? મૂર્તિ - પ્રતિમામાં પ્રાણની પ્રતિષ્ઠા કરવી એનો અર્થ એ છે કે પ્રતિમાને શાસ્ત્રોક્ત વિધિ-વિધાન-મંત્રોચ્ચાર દ્વારા પ્રાણવાન બનાવવી. પ્રાણવાનું બનાવવી એટલે શું ? દવાઓ ઉપર Expiry Date હોય છે. એનો અર્થ એ છે કે પહેલાં એ જીવંત હતી. પછી મરી જશે. હવે દવામાં જીવંત હોવું શું છે ? ને મરી જવું શું છે ? વિચાર કરવા પર જણાય છે કે સ્વકાર્ય કરવામાં સમર્થ હોવું એ જીવિત હોવાનો અર્થ છે અને એનું એ સામર્થ્ય નષ્ટ થઈ જવું એ જ એનું મરી જવું છે. તો આનો અર્થ એ થયો કે જીવંતતા અને મૃત્યુનો અર્થ હંમેશા પ્રાણો સાથે સંલગ્ન નથી. વીજળીનો તાર પણ જીવંત કહેવાય છે, જ્યારે એમાં વીજપ્રવાહ વહેતો હોય છે. આવું જ પ્રતિમાજી માટે છે. એમાં પ્રાણપૂરવાનો અર્થ એ છે કે સાક્ષાત્ વિચરતાં ભગવાનૂના દર્શન વગેરેથી જે ફળ મળે છે તે ફળ આપવાનું સામર્થ્ય એમાં પેદા કરવું. સ્થા – પ્રભુની ભક્તિ જ જો કરવી છે તો પ્રભુના ચરણોમાં ધન મૂકી દેવાનું, જળ-પુષ્પ વગેરેની શી જરૂર છે? મૂર્તિ - ઘર પર આવેલા મહેમાનને ડીશમાં ૧૦૦ રૂ. ધરવા એ સ્વાગત છે કે અનેકવિધ વાનગીયુક્ત ભોજન કરાવવું એ સ્વાગત છે ? આવું જ પ્રભુભક્તિ અંગે છે. દ્રવ્યોમાં જેટલી વિવિધતા અને શ્રેષ્ઠતા એટલી પ્રભુભક્તિ વધુ ઉલ્લસે છે એવો સરેરાશ પૂજકોનો અનુભવ હોય છે. (અહીં એ સમજવા જેવું છે કે પ્રભુની દ્રવ્યપૂજામાં જળ-ચંદનપુષ્ય પૂજા વગેરેનો ઉલ્લેખ છે, પણ ધનપૂજાનો ક્યાંય ઉલ્લેખ નથી. એટલે મૂર્તિપૂજકોમાં એક નાનો વર્ગ એવું જે માને છે કે “પૂજા-પૂજન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162