Book Title: Battrishina Sathware Kalyanni Pagthare Part 03
Author(s): Abhayshekharsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 143
________________ ૪૧૮ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે મળતું નથી. તો “પ્રભુ નામના સ્મરણથી પણ કશો લાભ થતો નથી” એમ શું કહેશો ? પ્રભુનામનો જાપ શું બંધ કરી દેશો ? વાસ્તવિકતા એ છે કે દૂધની પ્રાપ્તિ આપણા મન પર નિર્ભર નથી. એટલે પત્થરની ગાય કે ગાયનો જાપ લાભકારી બનતો નથી. પણ સમ્યક્તાદિગુણ (કે મિથ્યાત્વાદિદોષ) અને પૂણ્ય (કે પાપ) મુખ્યરીતે આપણા મનને જ આધીન છે. કહ્યું છે કે “મન એવ મનુષ્યાણાં કારણે બંધ-મોક્ષયોઃ જ્યારે મન શુભભાવોથી ભાવિત થાય છે ત્યારે સમ્યક્વાદિગુણોનો અને પુણ્યનો લાભ થાય છે. જેમ પ્રભુના નામસ્મરણથી મન શુભ બને છે એમ પ્રતિમાના દર્શન વગેરેથી પણ એ શુભ બને જ છે. તો એનાથી ગુણની-પુણ્યની પ્રાપ્તિ શા માટે ન થાય ? શ્રી દશવૈકાલિકસૂત્રમાં સ્ત્રીનું ચિત્ર જોવાનો પણ નિષેધ કર્યો છે. કારણ કે એનાથી મનમાં વિકાર વાસના પેદા થાય છે. ટી.વી.ના દશ્યોની ખરાબ અસર બધા સ્વીકારે જ છે. તો સામા પક્ષે પ્રભુની પ્રતિમા પણ મનને વૈરાગ્ય-ક્ષમા વગેરે શુભભાવોથી વાસિત કરીને લાભકારી શા માટે ન બને ? જો માતા-પિતાના ફોટાના દર્શનથી કૃતજ્ઞતા અનુભવાય છે, ગુરુદેવની તસ્વીરથી ભક્તિભાવ અનુભવાય છે, તો પ્રભુપ્રતિમાના દર્શનાદિથી ભક્તિભાવ કેમ ન ઉભરાય ? વસ્તુતઃ રોજ ભક્તિસભર હૃદયે પ્રભુપૂજા કરનારને એનો અનુભવ પૂછી લેવો જોઈએ. અને જો એ એમ કહે કે અમને સુંદરતમ ભાવો અનુભવાય છે, તો પોતે પણ પૂજા શરુ કરી દેવી જોઈએ. આપણે જેટલો સમય પ્રભુભક્તિમાં વ્યતીત કરીએ એ જ સમયનો શ્રેષ્ઠ ઉપયોગ છે. એમ જે ધન પ્રભુચરણે સમર્પિત કરીએ છીએ એ જ ધનનો શ્રેષ્ઠ ઉપયોગ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162