________________
ગૃહસ્થો પોતાના સાંસારિક લેખાંક પ્રયોજનો માટે એકેન્દ્રિય જીવોની
| એટલી બધી વિરાધના કરતા હોય છે આ ૪૦
કે પૂજા માટે થનારી જળ-પુષ્પાદિની
વિરાધના એની સામે કશી વિસાતમાં હોતી નથી. એ એના દયાપરિણામને કશી હાનિ પહોંચાડી શકતી નથી. વગેરે વાતો ગયા લેખમાં જોઈ.
સ્થા. - જો પૂજા કરવામાં હિંસા હોવા છતાં લાભ વધારે છે તો સાધુઓ કેમ કરતા નથી ?
મૂર્તિ - શ્રાવકો સાધર્મિક વાત્સલ્ય કરે છે એમાં પણ હિંસા હોય છે... છતાં લાભ વધારે હોવાથી એ ધર્મરૂપ જ છે. સ્થાનકવાસી સંતો પણ આ વાત તો માને જ છે. તો તેઓ સ્વયં કેમ શ્રાવકોની ભોજનભક્તિરૂપ સાધર્મિકવાત્સલ્ય કરતા નથી ? આવું તો અન્ય પણ અનેક અનુષ્ઠાનો માટે છે.
મુખ્ય વાત એ છે કે શ્રાવકો પોતાના માટે ભોજન બનાવે છે વગેરે રૂપે અનેકપ્રકારે હિંસા કરે જ છે. માટે એમને સાધર્મિક ભક્તિ વગેરેમાં લાભ વધારે છે. સાધુઓ પોતાના માટે પણ કોઈ વિરાધના કરતા નથી. એટલે શ્રાવકો માટે તો નહીં, અન્ય સાધુઓ માટે પણ વિરાધના કરીને ભક્તિ કરવાનો એમનો અધિકાર નથી. આશય એ છે કે નિર્દોષ જીવનચર્યા અને સતત એકેન્દ્રિય સુધીના બધા જ જીવોની જીવદયાના પાલનથી સાધુનું હૃદય એટલું કોમળ બની ગયું હોય છે કે જેથી થોડી પણ એકેન્દ્રિયજીવની વિરાધના એના દિલને વ્યથિત કરી દે છે. જેમ ગોચરી વગેરે માટે નીકળ્યા હોય અને કોઈપણ કારણવશાત્ કાચાપાણીમાં એકાદ ડગલું પણ મૂકવું પડે તો હાય ! વિરાધના થઈ... વિરાધના થઈ. વિરાધના થઈ. આ જ વિચાર મનનો કબ્દો લઈ લે છે. એવું જ પૂજા અંગે પણ છે. સાધુના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org