Book Title: Battrishina Sathware Kalyanni Pagthare Part 03
Author(s): Abhayshekharsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 142
________________ બત્રીશી-૭, લેખાંક-૪૦ ૪૧૭ સુકોમળ પરિણામ માટે આટલી વિરાધનારૂપ ઝેર પણ પર્યાપ્ત બની રહે છે. શુભભાવરૂપ ભાવપ્રાણ હરાઈ જાય છે... પછી... વિરાધના કરી- વિરાધના કરી...' આ બધા ભાવો મન પર એવા હાવી થઈ જાય છે કે જેથી ભક્તિભાવ ઉભરાવાની તો કોઈ જગ્યા કે તક રહેતી જ નથી. એટલે સાધુઓને લાભ કોઈ નહીં... ને સંપૂર્ણ હિંસાત્યાગ વગેરે રૂપ પોતાના મહાવ્રતના ભંગનું નુકશાન... માટે પૂજા કરવાની હોતી નથી. અરે ! સાધુની જ શું વાત ? જેણે પોતાના માટેના આરંભ સમારંભનો એ દિવસ પૂરતો ત્યાગ કર્યો છે ને દરેક પ્રવૃત્તિમાં જીવદયા પાળવાની છે એવા પોષાતીને પણ એટલે જ એ દિવસે પૂજા કરવાની હોતી નથી. સ્થા શ્રાવક પોતાના જીવનનિર્વાહ માટે ઘણી હિંસા કરે છે એ વાત સાચી... એનું પાપ તો એને લાગે જ છે. પછી પૂજા માટે હિંસા કરીને વધારે પાપ લગાડવાની શી જરૂર ? - મૂર્તિ - આ પ્રશ્ન તો ગુરુવંદન-ઉપદેશશ્રવણ-સ્થાનકનિર્માણસાધર્મિકવાત્સલ્ય વગેરે રૂપ બધી જ ધર્મક્રિયામાં આવશે.... એનો શું જવાબ આપશો ? બીજી વાત એ છે કે ઘરખર્ચ એ ‘ખર્ચ' કહેવાય છે, પણ દુકાન ચાલુ રાખવામાં થતો ખર્ચ એ ખર્ચ' નથી કહેવાતો, પણ Investment કહેવાય છે, કારણકે અનેકગણું વધીને પાછું આવે છે. એમ જીવનનિર્વાહ માટેની હિંસા ‘પાપ' રૂપ બને છે. પણ પ્રભુપૂજા માટે થતી હિંસા કાંઈ પાપ નથી કહેવાતી, ધર્મ જ કહેવાય છે, કારણકે એનાથી ઘણા લાભ થાય છે. સ્થા પત્થરની પ્રતિમાને પરમાત્મા કહી દેવાથી લાભ શી રીતે થાય ? પત્થરની ગાય શું ક્યારેય દૂધ આપે છે ? મૂર્તિ – એમ તો ગાયના નામનો જાપ કરવાથી પણ દૂધ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162