________________
૪૨૩
બત્રીશી-૭, લેખાંક-૪૦ બજારની ચીજ ન લાવવી, બરફ વગેરે અભક્ષ્યનો ઉપયોગ ન કરવો. એમ પ્રભુપૂજામાં ફૂલોને સોયથી વીંધવા નહીં-મસળવા નહીંપાંખડીઓ અલગ-અલગ ન કરવી. આ બધું જયણા છે. નહીં કે ફુલો જ ઓછા કરી નાખવા એ. ફુલો ઓછા વાપરવા એ જયણા નથી, અવિવેક છે, કૃપણતા છે. જેમકે સાધર્મિક ભક્તિમાં દ્રવ્યો ઓછા કરી નાખવા એ કૃપણતા છે.
(આપણા મૂર્તિપૂજક શ્રાવકોમાં પણ કેટલાક શ્રાવકો આવી અવિવેક ભરેલી વાતો કરતા હોય છે. લાખેણી આંગી કે મહાપૂજામાં હજારો ફુલો વાપરવાનો તેઓ નિષેધ કરતા હોય છે. વિરાધનાવિરાધનાની બૂમરાણ મચાવી મૂકતા હોય છે. કોડિ સાઠ લાખ ઉપર ભારી. જળ ભર્યા કળશા મનોહારી, સુર નવરાવે સમકત ધારી.. ને વળી કળશના નાળચા ૧-૧ યોજન પ્રમાણ.... જન્માભિષેકમાં આટલું બધું પાણી ઢોળવાની શી જરૂર ? આવું પૂછનારને વિવેકી કહી શકાય? કારણકે ઇન્દ્રાદિ દેવો વિબુધ=પંડિત કહેવાય છે... ને તેઓ દરેક પ્રભુના જન્મકાળે આ પ્રમાણે કરે છે.
તથા બૌદ્ધ રાજાએ જિનમંદિરોમાં પુષ્પોનો નિષેધ કર્યો હતો ત્યારે દશપૂર્વધર શ્રી વજસ્વામીએ હુતાશન વનમાંથી વીસ લાખ પુષ્પો લાવીને પ્રભુભકિત માટે શ્રી સંઘને આપ્યા હતા. તેથી વિરાધનાને આગળ કરીને બે-ચાર પુષ્પોથી વધારે પુષ્પોનો નિષેધ એ જ્ઞાનીઓને માન્ય નથી એ સ્પષ્ટ છે. નહીંતર તો આ વાત માત્ર પુષ્પમાં જ શા માટે ? બધે જ લાગુ પડશે. પછી તો વિશાળકાય પ્રતિમા અને આલીશાન મંદિરોની પણ વિરાધના શા માટે ? એકાદ ઈચની પ્રતિમા.. અને તદનુરૂપ નાનું મંદિર... ઘણી વિરાધના ટાળી શકાય ને ? એક તીર્થની યાત્રા થઈ ગઈ. ભયો ભયો. ઘણા તીર્થોમાં યાત્રા કરવાથી વાહનાદિ દ્વારા કેટલી વિરાધના થાય ? આવા બધા ઘણા પ્રશ્નો નિર્માણ થશે....
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org