________________
૪૧૪
બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે
ઔષધિ બની શકે છે, જીવન બચાવી શકે છે. પણ એનો અર્થ એ નથી કે ઝેર પણ ઔષિધ જ છે, વાડકી ભરીને પી લો... આરોગ્ય પ્રાપ્ત થશે.
આશય એ છે કે દર્દીનું શરીર અમુકમાત્રામાં ઝેરને પણ પચાવી શકતું હોય છે. એટલી માત્રામાં એ એના જીવનને ધોખારૂપ બન્યા વગર વૈદે કરેલી પ્રક્રિયાના પ્રભાવે ઉપરથી આરોગ્યપ્રદ બની શકે છે. પણ જ્યારે એની માત્રા વધી જાય છે ત્યારે શરીર એને ઝીલી શકતું નથી ને તેથી મોત થઈ જાય છે, પછી આરોગ્યપ્રાપ્તિની સંભાવના જ ક્યાંથી ?
ઉંઘની એક ગોળીથી શાંતનિદ્રા માણી શકનાર વ્યક્તિ જ્યારે પંદ૨-વીસ ગોળી લઈ લે છે ત્યારે પ્રાણ ખોઈ જ બેસે છે ને !
એ જ રીતે જળ-પુષ્પ વગેરેની હિંસા પૂજકના શુભભાવરૂપ ભાવપ્રાણને ધોખા રૂપ બની શકતી નથી, કારણકે ઘણી અલ્પમાત્રા હોય છે.. ને શ્રી અરિહંતપ્રભુસ્વરૂપ સર્વશ્રેષ્ઠ વૈદે વિધિ-જયણા વગેરેરૂપ ચોક્કસ પ્રકારની પ્રક્રિયા પૂર્વક આપેલ હોવાથી એ આત્માને આરોગ્યપ્રદ બની શકે છે. પણ બકરાની હિંસા આવી નથી. કારણકે એની હિંસા માટે એટલી ક્રૂરતા લાવવી પડે છે કે જેથી શુભભાવોનો મૃત્યુઘંટ જ વાગી જાય છે.
સ્થા. - પણ આ સમજમાં નથી આવતું કે જળ-પુષ્પની હિંસામાં ક્રૂરતા નથી અને બકરાની હિંસામાં ક્રૂરતા છે એવું તમે કયા આધારે કહી શકો છો ?
મૂર્તિ. - જળ-પુષ્પ વગેરે એકેન્દ્રિયજીવો છે. તેઓમાં ચૈતન્ય અત્યન્ત અલ્પ હોય છે. તેઓ પીડાને નથી વ્યક્ત કરી શકતા કે નથી પીડકનો પ્રતિકાર કરી શકતા. એટલે એમની હિંસા માટે દિલમાં ક્રૂરતા લાવવી પડતી નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org