Book Title: Battrishina Sathware Kalyanni Pagthare Part 03
Author(s): Abhayshekharsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 138
________________ બત્રીશી-૭, લેખાંક-૩૯ તો તૈયાર મકાન શા માટે નથી લઈ લેતા ? નવું મકાન બનાવવાની હિંસા તો બિનજરૂરી જ છે. સ્થા – તૈયાર મકાન ક્યાં હોય ? કેવું હોય ? ધર્મઆરાધના માટે અનુકૂળ હોય યા ના હોય. આ બધી સમસ્યા આવે છે. અનુકૂળ જગ્યા પર, અનુકૂળ લંબાઈ-પહોળાઈવાળું-પર્યાપ્ત હવાઉજાસવાળું સુંદર મકાન હોય તો ધર્મઆરાધનામાં અનુકૂળતા રહેવાથી વધારે લોકો આરાધનામાં જોડાય છે. માટે નવા મકાનની હિંસા પણ બિનજરૂરી નથી. ૪૧૩ મૂર્તિ - આનો અર્થ તો એ જ થયો કે જ્યાં લાભ વધારે હોય ત્યાં હિંસા હોય તો પણ એ ધર્મ જ છે, પાપ નથી. તો સ્તુતિભજનથી જે ભાવ પેદા થાય છે, એની સાથે પૂજા કરવાથી વધારે ભક્તિ ઉલ્લસે છે. ને તેથી પૂજા પણ ધર્મ જ છે. હવે એ વાતનો વિચાર કરો કે એક શ્રાવકના હાથ-પગ વિષ્ઠાથી ખરડાયેલા છે. એને સામાયિક કરવાની ઇચ્છા થઈ. એ માટે હાથ-પગ ધોઈને પછી એને સામાયિક કર્યું. આમાં એને પાપ લાગશે કે ધર્મ ? એક શ્રાવકને ઘરમાં સામાયિક કરવાની અનુકૂળતા નથી. એટલે એ બાઈક પર બેસીને સ્થાનકમાં જઈને સામાયિક કરે છે. એને પાપ લાગશે કે ધર્મ થશે ? કોઈપણ સંતે વ્યાખ્યાનશ્રવણ કે સામાયિક માટે બાઈક-કાર દ્વારા સ્થાનકમાં આવનાર શ્રાવકોને ‘તમે તો પાપ કરો છો, કારણકે આમાં હિંસા છે' આવું કહીને રોક્યા છે ? જો ના, તો માત્ર પ્રભુપૂજામાં હિંસાના નામે વિરોધ શા માટે ? સ્થા - જો શુભભાવની ઉત્પત્તિને આગળ કરીને ધર્મમાં જળ-પુષ્પ આદિની હિંસાને માન્ય કરશો તો પછી ધર્મના નામે બકરાનો બલિ આપવાની હિંસાને પણ માન્ય કરવી પડશે, કારણકે ત્યાં પણ શુભભાવની ઉત્પત્તિ કહી શકાય છે. મૂર્તિ - ના, આ વાત સંભવિત નથી. વૈદે આપેલું ઝેર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162