Book Title: Battrishina Sathware Kalyanni Pagthare Part 03
Author(s): Abhayshekharsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 136
________________ ૪૧૧ બત્રીશી-૭, લેખાંક-૩૯ મૂર્તિ -એમ તો ગુરુદેવના ફોટાના દર્શનથી પણ શુભભાવ જાગશે જ એવો કોઈ નિયમ નથી. એટલું જ નહીં, પ્રવચન સાંભળવાથી બધાને સમ્યગુબોધ મળશે જ એવો પણ નિયમ નથી. પછી તો એ સાંભળવા માટે આવવા-જવાનો હિંસાનો દોષ જ લાગશે ને માટે પ્રવચન સાંભળવું જ નહીં. આવો નિયમ બનાવશો ? જ્ઞાનપ્રાપ્તિની સંભાવનાના લાભને નજરમાં રાખીને પ્રવચનશ્રવણ જેમ ધર્મક્રિયા જ કહેવાય છે એમ પ્રભુપ્રતિમાની પૂજાથી પણ અનેક શુભભાવોની ઉત્પત્તિની સંભાવનાને નજરમાં રાખીને એને લાભકારી માનવી જરૂરી છે. તથા ક્યારેક તત્કાળ ભક્તિભાવ ઉભરાતો ન અનુભવાય તો પણ “રોજ પ્રભુપૂજા કરવી જ જોઈએ' આવી શ્રદ્ધા અખંડ રહેવી. આવો નિયમ ઊભો રહેવો આ પણ કોઈ નાનો લાભ નથી. (ક્યારેક કોઈક મૂર્તિપૂજક શ્રાવક પણ- પૂજામાં કાંઈ ભાવ જાગતા નથી-મજા આવતી નથી. વગેરે બહાનુ આગળ કરીને પૂજા છોડી દેતા જણાય તો એમને પણ ઉપરની વાત જણાવવી. “ભગવાનની પૂજા કર્યા વિના રહી જ ન શકાય.” આવો ભાવ જળવાઈ રહેવો એ પણ બહુ જ મોટો લાભ છે. બાકી તો ભાવ ન જાગતા હોય તો એ જગાડવાનો પ્રયાસ કરવાનો હોય, પૂજા કાંઈ છોડી દેવાની ન હોય.. જીભમાં કોઈ એવી ભારે દવા વગેરેના કારણવશાત્ મિઠાશ ન હોવાના કારણે ભોજનમાં સ્વાદ ન આવતો હોય તો જીભમાં મિઠાશ લાવવાનો પ્રયાસ કરવાનો હોય, ભોજન કાંઈ છોડી દેવાય નહીં-આ શું સમજાવવાની વાત છે ? ચાર દિવસ એક પણ ઘરાક આવ્યો નથી... ‘હવેથી હું દુકાન ખોલીશ નહીં, ઘરે જ બેસી રહીશ.. ઘરાક આવશે ત્યારે દુકાન ખોલીશ” આવું કરવામાં શું ડહાપણ છે ? તથા સંતાનોમાં પણ “પ્રભુપૂજા વિના રહી જ ન શકાય” આવો ભાવ પેદા કરવો જરૂરી છે. આવા દઢભાવવાળા પણ કેટલાય માત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162