________________
૪૧૦
બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે સારાંશ એ છે કે પ્રતિમા શુભ ભાવ પેદા કરવામાં સમર્થ છે અને તેથી જ એની પૂજા કરવામાં લાભ જ લાભ છે.
સ્થા-માતપિતા પ્રત્યે કૃતજ્ઞતા-આ તો એક સાંસારિક પ્રક્રિયા છે. જ્યારે પૂજા તો એક ધાર્મિક ક્રિયા છે. ધાર્મિક ક્રિયા કરવામાં તો હિંસા ન કરવી જોઈએ ને ?
મૂર્તિ-આવું કહેનારા સ્થાનકવાસી ગુરુભગવંતોની પણ સમાધિ અને દેરીઓ બની છે. જેમકે: પાલી જિલ્લામાં જૈતારણમાં મરુધર કેસરી શ્રી મિશ્રીમલજીની
સમાધિ છે. . જયપુરમાં જયાચાર્યની છત્રી (દરી) છે ને એમાં એમના પગલાં છે. 1 લુધિયાનામાં રૂપચન્દ્રજી મ.ની સમાધિ છે.
જગરાંવમાં ફુલચંદજી મ.ની સમાધિ છે. શું આ સમાધિ-છત્રી બનાવવામાં હિંસા નહીં થઈ હોય ? એના દર્શન-વંદન માટે હજારો શ્રાવકો જાય છે. એમાં શું હિંસા નથી થતી ? જો આ હિંસાના નુકશાન કરતાં ગુરુભક્તિનો લાભ વધારે છે એવું માનો છો તો જિનમંદિરમાં પણ આ જ ન્યાય કેમ લાગુ ન પડે ? સ્થાનકવાસી સંતો પણ પોતાના ગુરુજનોના ફોટા છપાવે છે, શ્રાવકોને આપે છે, એમાં હિંસા ન લાગે ? જો ગુરુદેવના ફોટાના દર્શનથી ભક્તિભાવ જાગે છે (અને આ લાભ મોટો છે) તો પ્રભુની પ્રતિમાના દર્શન-પૂજામાં હિંસા-અહિંસાનો શોરબકોર કરવો ને એના દ્વારા વિરોધ કરવો, આ સાંપ્રદાયિક મૂઢતા નથી ? છેવટે ફોટો પણ થ્રીડાઈમેન્શલની જગ્યાએ ટુડાઈમેન્શનલ એવી એક પ્રકારની પ્રતિમા જ છે ને ?
સ્થા પણ એવો તો નિયમ નથી કે પૂજા કરવાથી શુભભાવ જાગશે જ. અને જો ન જાગ્યો તો હિંસાનો દોષ લાગવાનું નુકશાન જ થશે ને ? માટે પૂજા કરવી જ નહીં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org