________________
બત્રીશી-૭, લેખાંક-૩૯
૪૦૯
શા માટે એ પરમાત્માની પાછળ લાખો-કરોડો રૂપિયા ખર્ચે ? શા માટે ટાઇમની કટોકટીમાંથી પણ પ્રભુભક્તિ માટે સમય કાઢે ?
મંદિર અને પ્રભુના પ્રભાવે બીજા પણ ઘણા શુભભાવો જાગે છે એ પણ આપણે જોઈ શકીએ છીએ. વિવેકભ્રષ્ટ થઈને રસ્તા પર એકબીજાને ચીટકીને ચાલવાવાળા યુવક-યુવતી પણ જેવા દેરાસરના પગથિયા ચઢવા માંડે છે કે તરત એ બન્ને અલગ થઈ જાય છે. આ વિવેકરૂપી શુભભાવ કોણે જગાડ્યો ? ભિખારી પણ થીયેટરની બહાર નથી બેસતા. પણ દેરાસરની બહાર ભીખ માગવા બેસે છે. કારણકે એ પણ જાણે છે કે મંદિરમાં પ્રભુની પૂજા કરનારાને દાન વગેરે શુભભાવો સરળતાથી જાગે છે.
જુઓ, સ્થાનકવાસીની જેમ જ મૂર્તિપૂજા નહીં માનનારા તેરાપંથી સંપ્રદાયના આચાર્ય તુલસી શું કહે છે-મૈં તો હમેશા નાતા હૂઁ मंदिरों में । अनेक स्थानों पर प्रवचन भी किया है । आज भीनमाल में श्री पार्श्वनाथ मंदिर में गया । स्तुति गाई । बहुत आनंद आया । (જૈનભારતી- વર્ષ ૩૧, અંક ૧૬-૧૭, પૃ. ૨૩ તા. ૨૦-૭-૮૩ તેરાપંથી અંક.)
ભલા પરમાત્માની પ્રતિમા શુભભાવ પેદા કરવામાં સમર્થ છેઆ વાતમાં આનાથી વધારે મોટી કઈ સાબિતિ હોય શકે ?
વાસ્તવિકતા એ છે કે મૂર્તિનો વિરોધ કરવાવાળો કોઈપણ સમાજ કે કોઈપણ સંસ્કૃતિ, એક યા બીજા રૂપમાં મૂર્તિના અસ્તિત્વને (સ્થાપનાને) માને જ છે. આ માન્યતા વિનાના સમાજની કે સંસ્કૃતિની કલ્પના જ અશક્ય છે.
પોતાના માતાપિતાની તસ્વીર કોણ નથી રાખતું ? એનાં દર્શનથી જો કૃતજ્ઞતાના ભાવ ઉત્પન્ન થાય છે તો પરમાત્માની પ્રતિમાના દર્શનથી ભક્તિના ભાવ શા માટે પેદા ન થાય ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org