Book Title: Battrishina Sathware Kalyanni Pagthare Part 03
Author(s): Abhayshekharsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 132
________________ બત્રીશી-૭, લેખાંક-૩૯ ૪૦૯ અમે જવાબ આપીશું. જો તમે એવો નિયમ બનાવશો કે જે ક્રિયામાં હિંસા હોય તે પાપ છે' તો તમે એકપણ ધર્મક્રિયા કરી શકશો નહીં કારણકે આ વિશ્વ આખું જીવોથી ખીચોખીચ ભરાયેલું છે. તથા ગૃહસ્થોમાં જયણા-જીવદયાની કાળજી ઓછી હોય છે. ઉ૫૨થી તેઓ તો અજયણાથી પ્રવર્તવાને જ ટેવાયેલા હોય છે. એટલે જ તો શાસ્ત્રોમાં ગૃહસ્થોને લોખંડના ધગધગતા ગોળાની ઉપમા આપી છે. એ ગોળો ગબડતો જ રહે અને પોતાના સંપર્કમાં આવનારા જીવોની વિરાધના કરતો જ રહે છે. એમ ગૃહસ્થો જ્યાં જાય ત્યાં અજયણાના કારણે જીવવિરાધના કરતા રહે છે. વાસ્તવિકતા એ છે કે કોઈપણ ધર્મક્રિયા હોય, સંતુપુરુષોને વંદન કરવા જવું હોય, કે વ્યાખ્યાનશ્રવણ કરવા જવું હોય, બધામાં હિંસા તો થવાની જ. એટલે તમારા નિયમ મુજબ તો એ બધું જ પાપક્રિયારૂપ બની જવાથી પછી ગૃહસ્થ કોઈપણ ધર્મક્રિયા કરી જ નહીં શકે. (સ્થા૰)-વાત આવી નથી. શાસ્ત્રોમાં જ કહ્યું છે કે ‘આયં વયં તુલિજ્જા લાહાકંખિત્વ વાણિયઓ...' ઉપદેશમાળાગ્રન્થનું આ વચન જણાવે છે કે જેમ નફાને ઇચ્છતો વાણિયો આવક-જાવકનો હિસાબ લગાવી, જેમાં ખર્ચ કરતાં આવક વધારે છે એવો વ્યાપાર કરે છે, એમ સંતોને વંદન કરવા જવામાં કે વ્યાખ્યાન સાંભળવા માટે સ્થાનકમાં જવામાં જો કે જીવહિંસા થાય છે, તો પણ એ ખર્ચ (-પાપ) કરતાં કર્મનિર્જરા-જ્ઞાનપ્રાપ્તિ વગેરે રૂપે લાભ જે થાય છે તે વધારે હોવાથી કૃળતઃ એ ક્રિયા પાપરૂપ ન બનતા ધર્મક્રિયા જ બની રહે છે. મૂર્તિ :- એટલે આ તો તમે પણ માનો છો કે જેમાં લાભ વધારે ડોય એવી ધર્મક્રિયામાં હિંસા હોવા માત્રથી એ પાપ બની જતી નથી. ખા વાત પરમાત્માની પૂજા માટે પણ એટલી જ સાચી છે. પૂજા કરવામાં હેંસા થાય છે, પરંતુ પરમાત્મા પ્રત્યે ભક્તિભાવનો જે લાભ થાય છે ને કૈંક ગુણો અધિક હોય છે. શાસ્ત્રોમાં એ સમજાવવા માટે કૂવાનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162