________________
૩૯
પ્રસ્તુત ધર્મવ્યવસ્થાબત્રીશીમાં લૌકિકી દયાના અધિકા૨માં મૂર્તિલોપકો મૂર્તિપૂજાનો હિંસા-હિંસાની બૂમરાણ મચાવીને જે નિષેધ કરી રહ્યા છે... ને પોતે મૂર્તિપૂજા ટાળીને વધુ દયા પાળી રહ્યા છે એવો જે દાવો માંડી રહ્યા છે તે અંગે આ લેખમાં થોડો વિચાર કરવો છે. સ્થાનકવાસીઓની આ અંગે જે દલીલો છે એ એમના જ મુખે રજુ કરાવીને પછી એના પર વિચાર કરીશું.
લેખાંક
સ્થા (- સ્થાનકવાસી)-અહિંસા પરમો ધર્મ:' અહિંસા એ શ્રેષ્ઠ ધર્મ છે. આથી એ પણ સ્પષ્ટ છે કે હિંસા એ સૌથી મોટો અધર્મ છે-સૌથી મોટું પાપ છે. પ્રભુની પૂજામાં પણ જળ-પુષ્પ વગેરે જીવોની હિંસા થાય જ છે. માટે એમાં પણ પાપ લાગે જ ને ? એ પણ પાપક્રિયારૂપ જ બની રહે ને ?
મૂર્તિ (-મૂર્તિપૂજક)-‘અહિંસા પરમો ધર્મઃ’ આ સ્થૂલસૂત્ર છે... ‘આજ્ઞા પરમો ધર્મ:’ આ સૂક્ષ્મસૂત્ર છે. અર્થાત્ જે પ્રવૃત્તિમાં અહિંસા વણાયેલી હોય તે ધર્મ... અને હિંસા સંકળાયેલી હોય તે અધર્મ... આ રીતે અહિંસા-હિંસાના આધારે ધર્મ અને પાપની વ્યવસ્થા કરવી એ સ્થૂલ વ્યવહાર છે. જ્યારે, જે પ્રવૃત્તિમાં પ્રભુની આજ્ઞા ભળેલી હોય તે ધર્મ અને જેમાં પ્રભુની આજ્ઞાનું ઉલ્લંઘન હોય તે અધર્મ....' આ રીતે આજ્ઞાની આરાધના-વિરાધનાના આધારે ધર્મ-અધર્મની વ્યવસ્થા કરવી એ સૂક્ષ્મ વ્યવહાર છે. (આ અંગેની વિચારણા પૂર્વે બીજી બત્રીશીમાં-આઠમા લેખમાં આપણે જોઈ ગયા છીએ.) પ્રભુપૂજામાં હિંસા રહી છે એ વાત કબૂલ... છતાં, એમાં પ્રભુની આજ્ઞા પણ રહી જ છે, ને તેથી સૂક્ષ્મદષ્ટિએ-વાસ્તવિક દૃષ્ટિએ એ આરાધના જ છે, વિરાધનારૂપ નહીં, આ વાત એકદમ સ્પષ્ટ છે.
છતાં હિંસાને જ તમે મહત્ત્વ આપો છો તો એ રીતે પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org