________________
૪૦૮
બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે દૃષ્ટાન્ત આપવામાં આવ્યું છે. ચાલવાના કારણે થાકેલા, તૃષાતુર બનેલા અને મલમલિન શરીરવાળા બનેલા મુસાફરો જ્યારે પાણી માટે કૂવો ખોદે છે તો શરૂઆતમાં તો થાક વધે છે, તૃષા વધારે તેજ બને છે અને પરસેવાના કારણે શરીર પર મેલ પણ વધે છે. પણ છેવટે જ્યારે પાણી પ્રાપ્ત થાય છે ત્યારે પાણી પીવાથી અને સ્નાન કરવાથી, માત્ર કૂવો ખોદવામાં જે થાક-તૃષા અને મેલ ઉત્પન્ન થયા છે તે તો દૂર થઈ જાય છે, પણ મુસાફરીના કારણે જે થાક વગેરે પેદા થયેલા એ પણ દૂર થઈ જાય છે અને તાજગીનો અનુભવ થાય છે. એ જ રીતે પ્રભુપૂજામાં પણ અજયણા વગેરેના કારણે જો હિંસા વગેરેનો દોષ લાગે છે તો પણ છેવટે હૃદયમાં પ્રભુભક્તિના ભાવ જે ઉછળે છે એનાથી પૂજામાં થયેલ હિંસાનો દોષ તો દૂર થાય છે, જીવન વ્યવહારમાં લાગેલ પણ કંઈક દોષો દૂર થાય છે. ઉપરથી અનેક ગુણોની પ્રાપ્તિ થાય છે. પ્રચુર પુણ્યનો બંધ
થાય છે.
સ્થા-માની લઈએ કે જો પ્રભુભક્તિના ભાવો ઉછળે છે તો હિંસાનો દોષ દૂર થઈ જાય છે. પણ પથ્થરની પ્રતિમાની પૂજા કરવાથી પ્રભુભક્તિના ભાવો કેવી રીતે ઉભરાય ?
મૂર્તિ -જે પ્રતિમાને પથ્થર જ માને છે એને તો એ ભાવો નહીં જ ઉભરાય એ સ્પષ્ટ છે. ત્રિરંગા ધ્વજને એક સામાન્ય કપડાનો ટૂકડો માનનાર કોઈ પાકિસ્તાનીને કે અન્ય દેશના નાગરિકને દેશભક્તિનો ભાવ પેદા નહીં જ થાય. પણ એને રાષ્ટ્રધ્વજરૂપે જોનારા ભારતીય નાગરિકોને તો એના દર્શનાદિથી દેશભક્તિના ભાવ જાગે જ છે, આ બધાને અનુભવસિદ્ધ છે. એટલે જ એ એને વંદન કરે છે, સન્માન કરે છે. એનું અપમાન કરનારા પ્રત્યે રોષ અનુભવે છે અને એના ગૌરવની રક્ષા માટે કદાચ જરૂર પડે તો પ્રાણોનું બલિદાન પણ આપી દેશે. એ જ રીતે પ્રતિમાને પરમાત્મા તરીકે જોવાવાળા શ્રદ્ધાળુ શ્રાવકને ભક્તિભાવ ઉછળે જ છે એમાં શંકા નથી, કારણકે નહીંતર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org