________________
લેખાંક
દયા અંગેનું તત્ત્વજ્ઞાન ગયા લેખના અંતે જોયું. એમાં વ્યવહારનયમાન્ય દયા શું છે? અને નિશ્ચયનયમાન્ય દયા શું છે ? એની વિચારણા કરી... આ લેખમાં પણ દયા અંગેની
૩૮
નયવિચારણાને થોડા વિસ્તારથી જોઈશું.
હિંસા-અહિંસા અંગે જુદા જુદા નયોનો અભિપ્રાય આવો છેનૈગમનય જીવ અને અજીવ બંને વિશે હિંસા અને અહિંસા બંને માને છે. અજીવ ચીજને વિશે પણ તેના મુખ્ય ઉપયોગી સ્વરૂપનો નાશ થયે હિંસાનો વ્યવહાર થાય છે. લોકમાં પણ આવું બોલનારા સંભળાય છે કે ‘આણે જીવની હિંસા કરી આણે ઘડાની હિંસા કરી’ ‘આણે ઝેર મારીને ખાધું' ઇત્યાદિ... આમ ‘હિંસા' શબ્દનો ઉલ્લેખ થતો હોવાથી નૈગમનયે જીવો અને અજીવો એ બંને વિશે હિંસા અને અહિંસાને માન્ય કરી છે. સંગ્રહ અને વ્યવહારનય ષડ્જવનિકાયો વિશે જ હિંસા-અહિંસા માને છે. પણ અજીવ વિશે નહીં. એટલે કે પૃથ્વીકાય-અકાય વગેરેની જ હિંસા માને છે, પણ અજીવની માનતા નથી. ઋજુસૂત્રનય પ્રત્યેક પ્રત્યેક જીવહિંસાને ભિન્ન ભિન્ન માને છે. સ્વકીય ગુણોના પ્રતિપક્ષભૂત પ્રમાદવગેરે પરિણામવાળો આત્મા જ હિંસા છે અને સ્વભાવરૂપે પરિણમેલો આત્મા જ અહિંસા છે એવો શબ્દ, સમભિરૂઢ અને એવંભૂતનયોનો અભિપ્રાય છે. હિંસા અને અહિંસા અંગે આવી નયપ્રરૂપણા જાણવી. જયણાશીલ સાધકે કરેલ પરપ્રાણરક્ષણ એ અહિંસા છે એવું વ્યવહારનયે કહ્યું. એટલે કે જયણાપૂર્વક પ૨પ્રાણરક્ષણ રૂપ અહિંસાનું વ્યવહારથી વિધાન છે. અપવાદાદિ સ્થળે, જયણાયુક્ત સાધકથી પણ જે દ્રવ્યહિંસા થઈ જાય છે તેમાં પરપ્રાણરક્ષણ રૂપ વિશેષ્ય બાધિત થઈ જાય છે. તેમ છતાં સવિશેષણે. ન્યાયમુજબ અહીં અહિંસાનું વિધાન જયણારૂપ વિશેષણમાં સંક્રાન્ત થઈ જાય છે.
આશય એ છે કે જે વિધાન કે નિષેધ વિશેષણસહિતના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org