________________
૪૦૨
બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે સમાધાન : પરપ્રાણવિયોજન વગેરે અસદ્ આયતનમાં વર્તનાર વ્યક્તિનો ભાવ જ શુભ રહેતો નથી. એટલે પરિશુદ્ધ બાહ્ય જયણા રૂપ સદાચાર અને શુદ્ધ પરિણામ આ બંનેથી થયેલ આભ્યન્તર માર્ગે મુમુક્ષુએ ચાલવું જોઈએ.
આશય એ છે કે કર્મનો બંધ કે નિર્જરા રૂપ ફળ પ્રત્યે તો આંતરિક પરિણામ જ ભાગ ભજવે છે. એટલે સાધુએ કર્મનિર્જરાના સ્વઉદેશને સિદ્ધ કરવા પરિણામને જ શુદ્ધ રાખવાનો હોય છે. પણ, આ શુદ્ધ પરિણામની શુદ્ધિ માટે જ સાધુએ પરપ્રાણરક્ષણ વગેરે સઆયતનોને સેવવાના હોય છે. નિષ્કારણ હિંસા કરનારો અહિંસાના પરિણામને શી રીતે ટકાવી શકે ? કહ્યું છે કે “જે હિંસા આયતનમાં વર્તે છે તેનો પરિણામ ખરેખર દુષ્ટ હોય છે. (આ એના પરથી જણાય છે કે, હિંસા આયતનમાં વર્તવું એ વિશુદ્ધ યોગનું લિંગ (જ્ઞાપકહેતુ)-ચિ નથી. એટલે કે એ અશુદ્ધ યોગને (ભાવને) જણાવે છે. તેથી વિશુદ્ધ પરિણામને ઇચ્છતા સુવિહિત મુનિએ હંમેશા બધા હિંસાયતનોનો પ્રયત્ન પૂર્વક પરિહાર કરવો જોઈએ.”
બાકી, ‘ફળ પ્રત્યે પરિણામ જ પ્રધાન છે એવા નિશ્ચયને જેઓ એકાન્ત પકડી લે છે (અને તેથી બાહ્ય પરપ્રાણરક્ષા કરવાના સદાચાર રૂપ વ્યવહારને નેવે મૂકી દે છે) તેઓ પરમાર્થથી તો નિશ્ચયનયને જ જાણતા નથી, કારણ કે હેતુશુદ્ધ, સ્વરૂપશુદ્ધ અને અનુબંધશુદ્ધ નિશ્ચયનું તેઓને જ્ઞાન નથી. (આશય એ છે કે જે નિશ્ચય શુદ્ધ વ્યવહારથી ઉત્પન્ન થયો હોય તે હેતુશુદ્ધનિશ્ચય છે. શુદ્ધ પરિણામ એ સ્વરૂપશુદ્ધ નિશ્ચય છે અને શુદ્ધ પરિણામ ટકી રહે- વૃદ્ધિ પામે એ અનુબંધ શુદ્ધ નિશ્ચય છે. જેઓ એકાન્તનિશ્ચયને પકડી બાહ્ય સદાચારની સરાસર ઉપેક્ષા કરે છે તેઓ આ હેતુ વગેરેથી શુદ્ધ નિશ્ચયના જાણકાર ન હોવાથી એવા શુદ્ધ નિશ્ચયથી ભ્રષ્ટ જ થઈ જાય છે. તેઓને કદાચ શુદ્ધભાવ રૂપ સ્વરૂપ શુદ્ધ નિશ્ચય અલ્પકાળ માટે પ્રગટ્યો હોય તો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org