Book Title: Battrishina Sathware Kalyanni Pagthare Part 03
Author(s): Abhayshekharsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 125
________________ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે લાગુ પડે છે, એટલે કે પ્રમાદનો નિષેધ છે...ને એને તો વર્જવામાં આવ્યો નથી માટે, પરપ્રાણવ્યપરોપણ ન હોવા છતાં શાસ્ત્રવચનનું ઉલ્લંઘન છે જ, ને તેથી હિંસા પણ લાગે જ છે. ૪૦૦ તેથી જીવરક્ષા માટે યતથી કરાયેલી જીવપીડા પણ દોષ કરનારી બનતી નથી. જયણાશૂન્ય જીવે પીડા ન કરી હોય તો પણ એ પીડારૂપ બને જ છે. સ્વરસથી-પોતાના તેવા આંતરિક ભાવથી જીવને બચાવવા માટે જે સૂત્રોક્ત જયણા પાળવામાં આવે છે તેનાથી કદાચ કોઈ જીવને પીડા થઈ જાય તો પણ તે પીડા સાંપરાયિક કર્મબંધ-સકષાય કર્મબંધ કરનારી બનતી નથી. કહ્યું છે કે “જીવનિકાયોથી ખીચોખીચ ભરેલા આ લોકમાં જીવોની દ્રવ્યહિંસા અવશ્યભાવી હોવા છતાં ત્રૈલોક્યદર્શી શ્રી જિનેશ્વર દેવોએ અધ્યાત્મ વિશુદ્ધિથી અહિંસાપણું જળવાઈ રહે છે એમ કહ્યું છે.'' વળી આવું પણ કહ્યું છે કે ઈર્યાસમિતિના પાલનમાં તત્પર અધ્યાત્મવિશુદ્ધિ યુક્ત તે મહાત્માના યોગ (- શારીરિક વ્યાપાર)ને પામીને, તેમની જાણ બહાર કે જાણ હોવા છતાં (સહસાત્કારે) જે જીવો વિનાશ પામે છે તેની હિંસાનું ફળ (પાપ કર્મબંધ વગેરે) તે મહાત્માને મળતું નથી.' જે જીવ જયણા રાખતો નથી તેનાથી કદાચ (અન્ય જીવના તેવા) ભાગ્યયોગે અન્ય જીવને પીડા ન થાય તો પણ તત્ત્વતઃ તો પીડારૂપ જ બને છે. એટલે કે તે જીવની જયણાશૂન્ય તે પ્રવૃત્તિ વસ્તુતઃ તો પીડાકર પ્રવૃત્તિરૂપ જ બને છે. (અને તેના કારણે જયણાશૂન્ય જીવને સાંપરાયિક કર્મબંધ થાય જ છે.) કહ્યું છે કે “જે જીવો મરતા નથી તેઓનો પણ એ જયણાશૂન્ય પ્રમત્ત જીવ તો નિયમા હિંસક જ છે. કેમકે એ પોતાના ઉપયોગ-પરિણામની અપેક્ષાએ તો સર્વભાવે સાવદ્ય છે જ' (૨૯) આમ અહિંસાપાલન થવું કે હિંસાદોષ લાગવો એમાં, જીવરક્ષા માટે સૂત્રોક્ત જયણા પાલનના ભાવરૂપ પરિણામ છે કે નહીં એ જ મુખ્ય ભાગ ભજવે છે એવી વ્યવસ્થા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162