________________
બત્રીશી-૭, લેખાંક-૩૭
૩૯૭
વ્યવહારથી દયા છે, કારણકે લોકો દિલના આવા, અન્યજીવને બચાવવાના કોમળ પરિણામને પણ દયા કહે જ છે. પવન અટકવાથી સમુદ્ર જેમ શાંત થઈ જાય છે એમ વિકલ્પરૂપ પવન અટકવાથી આત્મા એક વિશિષ્ટ પ્રકારની શાંત અવસ્થાને પામે છે. આ શાંત અવસ્થા એ પોતાના ભાવપ્રાણ છે. આ ભાવપ્રાણને જાળવી રાખવારૂપે એની રક્ષા કરવી એ નિશ્ચયનયથી દયા છે.આશય એ છે કે ઉપર કહેલા શુભસંકલ્પપૂર્વક જીવ જ્યારે જયણાપૂર્વક પ્રવર્તે છે ત્યારે બહાર જેમ અન્યના પ્રાણીની રક્ષા થાય છે તેમ અંદર પોતાના આ ભાવપ્રાણની પણ રક્ષા થાય છે. નિશ્ચયનય આ ભાવપ્રાણની રક્ષાને જ દયા કહે છે. પોતાના વજન વગેરેના કારણે સમુદ્રમાં ડૂબતો માણસ તરાપાની પ્રાપ્તિ થવાથી જેમ સ્વપ્રાણીની રક્ષા કરે છે, તેમ અશુભસંકલ્પના કારણે સંસારસમુદ્રમાં ડૂબતા જીવને શુભસંકલ્પ એ વિષમ તરાપાની પ્રાપ્તિરૂપ છે. એનાથી એ પોતાના ભાવપ્રાણની રક્ષા કરે છે. આ ભાવપ્રાણની રક્ષામાં જ નિશ્ચયનય અહિંસા માને છે. બહાર અન્યના પ્રાણોની જે રક્ષા થાય છે તે ગૌણ છે. એટલે જ ક્યારેક એ ન થઈ હોય તો પણ અંદર જો પોતાના ભાવપ્રાણની રક્ષા થઈ હોય તો નિશ્ચયનય તો અહિંસા જ માને છે. જેમકે, અપ્રમત્તપણે ઈર્યાસમિતિના પાલન કરવાપૂર્વક ચાલનાર સાધુથી સહસાત્કારે આવી પડેલા જીવની રક્ષા ન થાય ત્યારે પણ નિશ્ચયનય તો એ સાધુને અહિંસક જ માને છે, કારણ કે અપ્રમત્તતા રૂપ સ્વકીયભાવપ્રાણની રક્ષા તો થયેલી જ છે. એટલે જ આગમમાં પણ કહ્યું છે કે “આત્મા જ અહિંસા છે અને આત્મા જ હિંસા છે, આવી માન્યતા એ નિશ્ચયનય છે. જે અપ્રમત્ત હોય છે એ અહિંસક છે અને જે પ્રમત્ત છે તે હિંસક છે.”
આ અંગેની અધિક વિચારણા આગામી લેખમાં જોઈશું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org