________________
બત્રીશી-૭, લેખાંક-૩
૩૯૫ હોવાની સંભાવના છે ? શી રીતે પ્રવૃત્તિ કરવાથી એ જીવોની વિરાધના થાય છે ? કેવી રીતે પ્રવર્તવાથી એ જીવોની વિરાધનાને ટાળી શકાય છે ? આ બધાની જેઓને જાણકારી જ નથી. એમના દ્વારા જીવદયાનું વાસ્તવિક પાલન શક્ય શી રીતે બને ? માટે જ તો કહ્યું છે કે “પઢમં નાણે તેઓ દયા...” “પ્રથમ જ્ઞાન ને પછી અહિંસા.” એટલે લોકમાં દયા તરીકે પ્રસિદ્ધ એવી વનવાસી તાપસ વગેરેથી પળાતી દયા એ વાસ્તવિક પરિપૂર્ણ દયા નથી.
તથા, સ્થાનકવાસીઓ જિનપૂજામાં થતી પૃથ્વીકાયાદિની (સ્વરૂપ) હિંસાને વર્જવારૂપે પોતે જ લોકોત્તર દયા પાળનારા છે એવો જે દાવો કરે છે તે પણ તેઓની મૂઢતા છે. આશય એ છે કે શ્રીતત્ત્વાર્થસૂત્રમાં દયાનું સ્વરૂપ જણાવવા માટે પ્રમત્તયો પ્રાપપરોપાં હિંસા એવું સૂત્ર જણાવેલું છે જેનો અર્થ છે-પ્રમત્ત યોગથી અન્યના પ્રાણને હરી લેવા એ હિંસા છે. આ સ્વરૂપમાં બે અંશો છેપ્રમત્તયોગ અને પ્રાણવ્યપરોપણ (= અન્યના પ્રાણનું હરણ). આમાં પ્રમત્તયોગને જ હિંસા કહેવી એ નિશ્ચયનય છે અને પ્રાણ વ્યપરોપણને હિંસા કહેવી એ વ્યવહારનય છે અને પ્રમત્તયોગથી થતા પ્રાણવ્યપરોપણને હિંસા કહેવી એ પ્રમાણ છે.
એટલે મૂર્તિપૂજામાં થતા પૃથ્વીકાય વગેરેના પ્રાણવ્યપરોપણમાત્રને જોઈને હિંસા હિંસાની બૂમરાણ મચાવનારા મૂર્તિલાપકો સ્થૂલવ્યવહારનયની હિંસાને માન્ય કરે છે. આ સ્વરૂપ હિંસા છે. પણ એમાં ઉછળતો ભક્તિભાવ, સ્વ-પરને બોધિલાભાદિદ્વારા સંપૂર્ણ જીવદયા પાલનનો શુભભાવ, ચિનોક્ત વિધિપાલન, જયણાપાલન વગેરે રૂપ અપ્રમાદ હોવાથી પ્રમત્તતા હોતી નથી. તેથી નિશ્ચયમાન્ય કે પ્રમાણમાન્ય હિંસા હોતી નથી. માટે, માત્ર સ્થૂલવ્યવહારને માન્ય સ્વરૂપહિંસાને આગળ કરી, એને પણ વર્ષવારૂપ દયા પાલનનો દાવો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org