________________
૩૯૬
બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે કરવો એ માત્ર અભિમાનરૂપ જ બની રહે છે.
શંકા - છતાં વ્યવહારમાન્ય હિંસાના અભાવરૂપ દયા તો તેઓ પાળે જ છે ને ?
સમાધાન - આને વાસ્તવિક દયા માનવી એ યોગ્ય નથી, કારણકે તો પછી સ્થાનકવાસી સાધુઓમાં આ દયાનો અભાવ થઈ જવાથી પ્રથમ મહાવ્રતનું પાલન નહીં રહે. આશય એ છે કે તેઓ પણ ભિક્ષા માટે ફરે છે, વિહાર કરે છે, અવસરે નદી પણ ઉતરે છે... આ બધામાં પ્રાણવ્યપરોણ તો થાય જ છે. તથા વાસ્તવિક દયા તો ઉચિતજ્ઞાન વિના શક્ય જ નથી, એ આપણે પઢમં નાણે તેઓ દયા શાસ્ત્રવચનાનુસારે વિચારી ગયા છીએ. સ્થાનકવાસીઓને નિશ્ચયવ્યવહારને માન્ય દયા-હિંસા વગેરેની જાણકારી નથી, (કારણકે એ હોય તો તો તેઓ મૂર્તિપૂજાનો નિષેધ ન જ કરે) અને એ જાણકારી નથી માટે પણ એમની વ્યવહારમાન્ય દયા એ વાસ્તવિક નથી. દયા અંગેનું તત્ત્વજ્ઞાન-વાસ્તવિક જાણકારી આ પ્રમાણે છે –
શાસ્ત્રોમાં કહ્યા મુજબની જયણાવાળો સાધક બીજાનાં પ્રાણોની જયણાના પ્રભાવે જે રક્ષા કરે છે તે વ્યવહારથી અહિંસા-દયા છે. નિર્વિકલ્પસ્વભાવરૂપ પોતાના ભાવપ્રાણોની જે રક્ષા તે નિશ્ચયથી દયા
છે.
જયણાશીલ સાધકે કરેલું પરપ્રાણરક્ષણ એ વ્યવહારથી અહિંસારૂપ એટલા માટે છે કે (૧) વ્યવહારનય લોકમાન્ય વાતોને સ્વીકારનારો છે. અને લોકો તો જીવ બચાવવાને જ દયા કહે છે. અને (૨) આ પરપ્રાણરક્ષણ શુભસંકલ્પથી સંકળાયેલું હોય છે. “હું સાવધાન રહીને જયણા વગેરેથી આ જીવોનું રક્ષણ કરું' આવો શુભપરિણામ એ અહીં શુભસંકલ્પ છે. આ શુભસંકલ્પ પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org