________________
બત્રીશી-૭, લેખાંક-૩૭
૩૯૩
વધુમાં વધુ ભાવે કાઢી નાખે છે. એમ આત્મહિત કમાવવા માટે સાધકનું શરીર એ ધમધોકાર ચાલતી દુકાન જેવું છે. સાધનાની જેટલી વધુ ને વધુ કમાણી થાય એટલી કરી લીધી.. હવે આ દુકાનરૂપ
શરીરમાં વિશેષ કસ રહ્યો નથી.. જાળવી રાખવા છતાં વિશેષ સાધના શક્ય રહી જ નથી... તેથી આત્મહિતનો રસિક જીવ છેલ્લો કસ કાઢી લેવા અનશન આદરે છે... સાધકને આમાં અપરંપાર લાભ જ છે, પછી એ અનાદરણીય શા માટે ?
સમાધાન
શંકા - જો અનશન આટલું લાભકર્તા છે તો હાલ આજીવન આહારત્યાગના પચ્ચક્ખાણ કેમ કરાવતા નથી ? હાલ પંચમકાળ અને છઠ્ઠું સંઘયણ છે, એવી માનસિકધૃતિ છે નહીં. એક વાર પચ્ચક્ખાણ કર્યા પછી એને શુભભાવોને જાળવી રાખવા પૂર્વક પરિપૂર્ણ પાળવું એ અતિદુષ્કર છે. એક મનોવૈજ્ઞાનિક નિયમ છે કે જેનો અભાવ એનું આકર્ષણ વધારે. ઉપવાસના દિવસે રસોડામાં જેટલી સુગંધ આવે છે ને એનું આકર્ષણ જાગે છે એટલી ચાલુ દિવસોમાં નથી આવતી આવો લગભગ દરેકનો અનુભવ હોય છે. એટલે કોઈપણ ખાવાની ચીજ નજ૨માં આવી જાય, ક્યાંકથી એની સુગંધ આવી જાય... કોઈકની પરસ્પર થતી એ અંગેની વાતો સંભળાઈ જાય... આવું કાંઈપણ બને એટલે અંદરથી ખાવાનું આકર્ષણ થવાની-એના વિચારો આવવાની પૂરેપૂરી સંભાવના હોય છે. એક શ્રાવક... ખૂબ આરાધનામય જીવન જીવેલા... છેવટે અનશન લીધું... પ૩ ઉપવાસ તો સારી રીતે પસાર થઈ ગયા..૫૪મો દિવસ.. બારીમાંથી નજર બહાર નાખી.. બોરડીના ઝાડ પર પાકા મીઠા બોર જોયા..ને જીભમાં પાણી છૂટ્યું.. ઓહોહો! મારે તો અણસણ છે.. નહીંતર આ બોર પેટ ભરીને ખાત... આ વિચારને શાંત કરવાના બદલે ઘુંટતા ગયા... બહારથી તો અનશન પૂરું પાડ્યું.
Jain Education International
-
For Private & Personal Use Only
www.jainelibrary.org