________________
૩૯૨
બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે
તપ કર્યો છે... આહારસંશા ખાવાની વાસના પેદા કરે છે.. ખાવાનું પણ હાજર છે, ને છતાં આત્મહિતને લક્ષમાં રાખીને આહાર ત્યાગ કરાઈ રહ્યો છે જેથી આહારસંજ્ઞા ૫૨ વિજય મળે... પછી આને કર્મોદયજન્ય શી રીતે કહેવાય ? નહીંતર તો ભિખારીની નિર્ધનતા જેમ કર્મોદયજન્ય છે, એમ અપારસમૃદ્ધિને છોડીને અકિંચન બનેલા સાધુની નિર્ધનતાને પણ કર્મોદયજન્ય કહેવી પડે. ઊલટું, પરિગ્રહસંજ્ઞા-લોભકષાય વગેરે પર વિજય મેળવવા માટે સામે ચાલીને કરાયેલો ત્યાગ હોવાથી એ જેમ ક્ષાયોપશમિક ભાવ કહેવાય છે એમ પ્રસ્તુતમાં પણ આહારસંજ્ઞા વગેરે પર વિજય મેળવવા માટે સામે ચાલીને આહાર ત્યાગ કરાય છે, માટે એ પણ કર્મના ક્ષયોપશમજન્ય ભાવ જ છે, ને માટે હિતકર છે, પછી ત્યાજ્ય શી રીતે ? તથા, તપમાં સમ્યજ્ઞાન, ઉપશમ, સંવેગસુખ, બ્રહ્મચર્યની ગુપ્તિ વગેરે સંકળાયેલા હોય છે તથા જિનવચનોનું અનુસરણ હોય છે, માટે પણ એ સંયમપાલનની જેમ ચારિત્રમોહનીય કર્મના ક્ષયોપશમજન્ય હોય છે, ને અવ્યાબાધસુખ તરફ લઈ જનાર છે, તેથી એ ચારિત્રની જેમ આદરણીય જ છે, અનાદરણીય નહીં.
શંકા - છતાં આજીવન આહારત્યાગરૂપ છે જે અનશન કરાય છે, તેનાથી તો ઇન્દ્રિયહાનિ-પ્રાણહાનિ વગેરે બધું થાય છે... માટે એવું અનશન તો ન જ કરવું જોઈએ...
સમાધાન - જ્યાં સુધી સારો નફો થતો હોય ત્યાં સુધી વેપારી દુકાનને બરાબર જાળવે છે. વચ્ચે કાંઈ તકલીફ આવી જાય તો બીજી કોઈ વ્યવસ્થા ઊભી ભલે કરે, પણ દુકાન કાંઈ વેચી નાખતો નથી... પણ જ્યારે એમ લાગે કે હવે કાંઈ વિશેષ નફો થાય એમ છે જ નહીં, હવે આ દુકાનમાં કાંઈ કસ રહ્યો નથી... ત્યારે એ દુકાનથી સંભવિત છેલ્લો લાભ લઈ લેવા માટે એ દુકાનને સંભવિત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org