________________
બત્રીશી-૬, લેખાંક-૩૪
૩૬૩
બની શકે છે. એટલે આ વૈરાગ્યો પણ, ગુણવાન્ ગુરુનું પારતંત્ર્ય કેળવવામાં આવે તો ઉપકારક બની શકે છે. જ્ઞાનસહિતનો વૈરાગ્ય અપાયશક્તિનો પ્રતિબંધક છે. દુર્ગતિવગેરેના દુઃખો એ અપાય છે. એની યોગ્યતા એ અપાયશક્તિ છે. આ યોગ્યતાને જ જ્ઞાનયુક્ત વૈરાગ્ય ખતમ કરવા માંડે છે. એટલે સર્વથા દુઃખોચ્છેદ શક્ય બને છે. માટે આ જ્ઞાનગર્ભિત વૈરાગ્ય એ સાધુસામગ્યનો ત્રીજો અંશ છે. અથવા એમ પણ કહી શકાય કે વૈરાગ્યમાં એકબાજુ અપાયશક્તિ રહેલી છે, કારણ કે એ મોહગર્ભિત છે. છતાં જો ગુણવાન ગુરુનું પારતંત્ર્ય હોય તો એ વૈરાગ્યમાં જ્ઞાનગર્ભિતત્વ પણ લાવવા માંડે છે જે અપાયશક્તિનું પ્રતિબંધક હોવાથી અપાયશક્તિને હટાવવા માંડે છે.. અપાયશક્તિ હટી જવાથી સર્વથા દુ:ખોચ્છેદનો પ્રતિબંધક દૂર થઈ જાય છે, કારણ કે અપાયશક્તિ જ તો એ પ્રતિબંધક હતી. આમ પ્રતિબંધકાભાવ રૂપ કારણ પણ હાજર થઈ જવાથી સામગ્ય = સામગ્ર સામગ્રીનું સંપાદન થાય છે.
નહીં કલ્પેલી દુર્ઘટના અચાનક બનવાથી દુઃખગર્ભિત વૈરાગ્ય થયો હોય કે અન્યધર્મના ઉપદેશથી મોહગર્ભિત વૈરાગ્ય થયેલો હોય.. પણ કોઈક શુભભવિતવ્યતા હોય ને તેથી પુણ્યયોગે સંવિગ્નગીતાર્થ ગુરુ ભગવંતનો યોગ થઈ જાય તેમજ આદરપૂર્વક એમની આજ્ઞાનું પાલન ચાલુ થાય તો એ દુ:ખગર્ભિત કે મોહગર્ભિત વૈરાગ્ય જ્ઞાનગર્ભિત વૈરાગ્યમાં પરિણમે છે.
શંકા ભાવશુદ્ધિથી વૈરાગ્ય સફળ બની શકે ને ?
સમાધાન ના, નહીં બની શકે, કારણ કે એ ભાવશુદ્ધિ માર્ગને અનુસરનારી હોતી નથી. કહેવાનો આશય એ છે કે યમ (= મૂળ ગુણો-મહાવ્રતો)-નિયમ (= ઉત્તરગુણો) વગેરેના પાલનથી
-
Jain Education International
ગુણવાન્ ગુરુનું પારતત્ર્ય કદાચ ભલે ન હોય..
For Private & Personal Use Only
www.jainelibrary.org