________________
બત્રીશી-૭, લેખાંક-૩૬
કથળે જ છે. એટલે જ ઘણા વાંઢા-વિધુરો માનસિક ખૂબ વ્યાકૂળતા અનુભવતા હોય છે... ને પછી પરિણામે એમના શરીર પર પણ એની અસર પડે જ છે.
સમાધાન - આ જેણે બ્રહ્મચર્ય પાળવું જ નથી.. જે વાસનાથી તીવ્રરીતે ગ્રસ્ત છે.. ને છતાં વાસનાનું પાત્ર નથી મળ્યું... એવા જીવ માટે છે. ને એને પણ આ જે વ્યાકુળતા હોય છે, તે પોતે બ્રહ્મચર્ય જે પાળી રહ્યો છે એના કારણે નહીં, પણ પોતે પોતાની વાસનાને જે નિયંત્રિત નથી રાખી શકતો-નથી રાખતો એના કારણે. સમજણપૂર્વક સ્વેચ્છાથી બ્રહ્મચર્ય પાળનારને આકૂળતા તો કોઈ હોતી નથી જ, ઉપરથી અપૂર્વઆનંદનો અનુભવ હોય છે.
૩૮૧
શંકા - બ્રહ્મચર્યપાલનમાં અપૂર્વ આનંદનો અનુભવ તો કોક જ એવા અત્યંત ઉચ્ચસાધકને હોય છે જેને મનમાં પણ વાસના ઊઠતી નથી. એ સિવાયનાને તો શરીરથી બ્રહ્મચર્ય પાલન હોવા છતાં મનમાં તો તોફાનો જ ચાલતા હોય છે. એ વાસના પર વિજય મેળવતા નથી. પણ વાસનાને માત્ર દબાવી જ રાખે છે... ને તેથી જ દબાવી રાખેલી સ્પ્રીંગ ક્યારેક બમણા જોશથી ઉછળે છે એમ આવા બ્રહ્મચારીઓની પણ વાસના ક્યારેક એવું નિમિત્ત મળતાં બમણા જોરથી ઉછળતી હોય છે.
સમાધાન - સમજણપૂર્વક બ્રહ્મચર્યનો સ્વીકાર કરી લેવા માત્રથી કામ સરી જતું નથી. કારણ કે વાસનાના-મૈથુનસંજ્ઞાના સંસ્કાર અનાદિકાળથી અત્યંત અત્યંત ગાઢ થયેલા છે. અંતઃકરણ એનાથી તીવ્રરીતે વાસિત છે. જ્યાં સુધી ત્યાંથી વાસના દૂર ન થાય ત્યાં સુધી, અસાવધ વ્યક્તિને નિમિત્ત મળવા પર, એ ઉછળી પડવાની શક્યતા હોય છે જ. એટલે જ, શશીઓએ બ્રહ્મચર્યપાલન માટે નવવાડના પાલનરૂપ સાવધાની પર ભાર આપેલો છે. આ સાવધાની જાળવવાથી અસાવધતાના કારણે નિર્માણ થનાર પ્રશ્ન પર વિજય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org