________________
૩૮૪
બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે
આવા સિદ્ધાન્તની વાતો કરનારા જ પાછા બળાત્કારીને તો ફાંસીએ લટકાવી દેવા જોઈએ એવી પણ સિફારીશ કરતાં હોય છે. વસ્તુતઃ સમાજની સ્વસ્થતા માટે પણ ઇન્દ્રિયોનું દમન કરવું જ જોઈએ. એને છૂટો દોર આપી શકાય નહીં. અને સમાજનો બહુ મોટો ભાગ આવું દમન કરે છે, માટે જ સમાજ સ્વસ્થ રહી શકે છે.
બહુ મોટો ભાગ જો, સ્વસ્ત્રીને-એક સ્ત્રીને છોડીને અન્ય સર્વસ્ત્રીઓ પ્રત્યે પોતાની ઇન્દ્રિયોને કાબુમાં રાખી શકે છે, તો કોઈક સત્ત્વશીલ જીવો, એ એકસ્ત્રીની પણ છૂટ ન રાખીને-સર્વ સ્ત્રીઓ પ્રત્યે પોતાની ઇન્દ્રિયને કાબુમાં રાખી શકે છે-રાખે છે... ને માટે જ આદરણીય બને છે.
શંકા - સહજ રીતે બ્રહ્મચર્યપાલન અંગે તો અમને પણ કોઈ પ્રશ્ન નથી. પણ બ્રહ્મચર્ય પાળવા માટે, ઇન્દ્રિયોનું દમન કરવું... વાસનાઓને કચડવી... એ અમને યોગ્ય લાગતું નથી. બહારથી બ્રહ્મચર્યપાલન હોય ને અંદરથી ઇન્દ્રિયના તોફાનો હોય એ શું આદરણીય છે ?
સમાધાન - ‘સહજ રીતે પરસ્ત્રીત્યાગરૂપ સદાચારપાલન અંગે તો કોઈ પ્રશ્ન નથી. પણ સદાચાર પાળવા માટે, પરસ્ત્રી પ્રત્યે ખેંચાતી ઇન્દ્રિયોનું દમન કરવું... એ અમને યોગ્ય લાગતું નથી...’ આવું શું તમે માનો છો ? કહો છો ?' બહારથી સદાચાર પાલન હોય ને અંદરથી
ઇન્દ્રિયો પરસ્ત્રી તરફ ખેંચાયા કરતી હોય, આ શું આદરણીય છે ?' આવું પણ તમે કહેશો ? અલબત્ અંદર ઇન્દ્રિયોના તોફાનો રહેવા એ આદરણીય નથી જ. પણ એ રહેવા છતાં મક્કમતાપૂર્વક બહાર જે બ્રહ્મચર્યપાલન થાય છે એ નિઃશંક આદરણીય છે જ. અંદરથી પરસ્ત્રી તરફ તીવ્ર ખેંચાણ હોવા છતાં, બહાર મન મારીને પણ જે સદાચાર પલાય છે તે શું આદરણીય નથી ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org