________________
‘માંસભક્ષણ, મદ્યપાન અને મૈથુનસેવનમાં કોઈ દોષ નથી, કારણ કે એ જીવોની પ્રકૃતિ છે' આવું દ્વિજ
૩૬ | કહે છે. એમાં માંસભક્ષણ સદોષ છે
એ વાત પૂર્વના લેખમાં આપણે જોઈ
ગયા. હવે, મદ્યપાન વગેરેમાં પણ દોષ છે, એ વાત આ લેખમાં વિચારવાની છે.
લેખાંક
મદ્યપાનને પ્રકૃતિરૂપ માનીને નિર્દોષ માનવાનું હોય તો એ રીતે તો ધૂમ્રપાન વગેરેને પણ કોઈ પ્રકૃતિરૂપ કહીને નિર્દોષ કહી દેશે... તો શું એ પણ સ્વીકારી લેવાનું ?
મદ્યપાનમાં લક્ષ્મી-લજ્જા-વિવેક વગેરેનો નાશ થતો તો પ્રત્યક્ષ જ દેખાય છે. વળી જળમિશ્રિત અનેકદ્રવ્યોને રાખી મૂકવા દ્વારા શરાબ બને છે. આ રાખી મૂકવામાં ‘સંધાન’ થાય છે ને તેથી એમાં અનેક ત્રસજીવો ઉત્પન્ન થાય છે. એ જીવોની વિરાધના પણ એમાં દોષરૂપ છે જ. માટે એને નિર્દોષ શી રીતે કહેવાય ? વળી પુરાણકથાઓમાં પણ મદ્યપાન અતિદુષ્ટ છે એવું સંભળાય જ છે. તે આ રીતે
કોઈક ઋષિએ ઘોર તપ આદર્યો. એનું પુણ્ય એટલું બધું વધી ગયું કે એ ઇન્દ્રસિંહાસનનો ઉમેદવાર બની ગયો. એટલે ઇન્દ્રને થયું કે ‘આ મહાતપસ્વી મને ઇન્દ્રાસન પરથી પદભ્રષ્ટ કરી નાખશે.’ આવું ન થાય એ માટે એને સાધનામાંથી વિચલિત કરવો જોઈએ. એટલે ઋષિને ક્ષોભ પમાડવા માટે એણે દેવાંગનાઓને મોકલી. એ દેવીઓએ એની પાસે આવીને વિનય કરીને એને પ્રસન્ન કર્યો. એટલે ઋષિએ એમને વરદાન માગવા કહ્યું. દેવીઓએ કહ્યું : તમે જીવહિંસા કરો અથવા મૈથુનસેવન કરો... ઋષિ વિચારે છે, આ તો નરકગમન કરાવનારા બહુ મોટા દોષ રૂપ છે. માટે બીજું કાંઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org