________________
૩૭૪
બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે પણ કહેલ છે કે પ્રાણાંત કષ્ટ આવ્યું હોય તો એમાંથી બચવા માટે પણ માંસભક્ષણ કરવું જોઈએ, કારણ કે કોઈપણ રીતે જાતને તો બચાવવી જ જોઈએ. આ વિહિત માંસભક્ષણ છે. એ માંસભક્ષણ કરવામાં કોઈ દોષ લાગતો નથી. આ સિવાયનું માંસભક્ષણ જ “માં સ ભક્ષયિતા ...” વગેરે શ્લોક દ્વારા નિષિદ્ધ છે. માટે પૂર્વાપરવિરોધ નથી.
જૈન-તમારી વાત બરાબર નથી. “ન માંસભક્ષણે દોષઃ” વગેરે રૂપ મનુસ્મૃતિના પાંચમાં અધ્યાયનો છપ્પનમો જે શ્લોક છે એનો માંસભક્ષણના સંદર્ભમાં અર્થ આવો છે કે “માંસભક્ષણ કરવામાં કોઈ દોષ નથી. પણ એની નિવૃત્તિ મહાન્ ફળ આપનારી છે. આ અર્થ સ્પષ્ટ સૂચન કરે છે કે “જે માંસભક્ષણમાં કોઈ દોષ ન હોવાની અહીં વાત કરી છે એ જ માંસભક્ષણનો ત્યાગ મહાન ફળ આપનાર છે એવું જણાવવાનો અહીં અભિપ્રાય છે.
દ્વિજ-હા, બરાબર છે, આવો જ અભિપ્રાય છે. એમાં દોષ શું છે ?
જૈન-જેમાં કોઈ દોષ નથી એવા માંસભક્ષણ તરીકે તો તમને વિહિત એવું પ્રોતિમાંસભક્ષણ જ અભિપ્રેત છે. એટલે એવા પ્રોક્ષિત માંસભક્ષણની નિવૃત્તિ મહાનફળ આપનારી છે, એવું પણ તમને અભિપ્રેત થયું ને ?
દ્વિજ-હા, બરાબર છે..
જૈન-પણ, એ બરાબર નથી, કારણ કે મનુસ્મૃતિના પાંચમા અધ્યાયના પાંત્રીશમા શ્લોકમાં આમ જણાવ્યું છે કે-અવિધિના માંસભક્ષણનો ત્યાગ કરનારો તો નિર્દોષ જ છે. પણ વિહિત માંસભક્ષણ જે નથી કરતો એ નિર્દોષ નથી, પણ સદોષ છે. ને તેથી એ પરલોકમાં એકવીશભવ સુધી પશુપણું પામે છે. એટલે વિહિત એવા પ્રોહિતમાંસના ભક્ષણની નિવૃત્તિ (= ત્યાગ) એ મહાનફળવાળી નહીં, પણ મહાનુકસાનવાળી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org