________________
૩૭૨
બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે
ભક્ષ્ય માનવા પડે, કારણ કે એ પણ પ્રાણંગ તો છે જ. બાકી, અમુક બાબતમાં (પ્રાણંગરૂપ હોવામાં) સમાનતા હોવા માત્રથી અન્ય બાબતમાં (ભક્ષ્યત્વમાં) પણ સમાનતા માનવાની હોય તો તો સ્ત્રીત્વ સમાન હોવાથી પત્ની અને માતા બંનેમાં ગમ્યત્વ (ભોગ્યત્વ)ની અપેક્ષાએ પણ સમાનતા માનવાનો પ્રશ્ન આવે.
એટલે જ ‘પ્રાણંગ હોવાથી માંસ જો અભક્ષ્ય છે, તો ભાત વગેરે પણ અભક્ષ્ય બની જશે' આવી શંકા પણ યોગ્ય નથી, કારણ કે માંસને અમે અભક્ષ્ય જે કહીએ છીએ તે, એ પ્રાણંગ છે, માટે નહીં, પણ જીવસંસક્તિનું કારણ છે, માટે. પકવવામાં આવતી કાચી કે પાકી માંસપેશીઓમાં સર્વથા નિગોદજીવોની ઉત્પત્તિ થાય છે એવું શાસ્ત્રોમાં કહ્યું જ છે.
બાકી તમારા (બૌદ્ધ)ના પણ લંકાવતાર, શીલપટલ વગેરે ગ્રન્થોમાં માંસભક્ષણનો નિષેધ મળે જ છે, માટે ‘પ્રાથંગ હોવાથી માંસ પણ ભક્ષ્ય છે' આવી બૌદ્ધની વાત વૃથા છે.
હવે આ અંગે દ્વિજનો (બ્રાહ્મણનો)મત વિચારવામાં આવે છે
દ્વિજ-માંસભક્ષણમાં, મદ્યપાનમાં અને મૈથુનસેવનમાં કોઈ દોષ નથી, કારણ કે જીવોને આ બધી બાબતો પ્રકૃતિરૂપ = સાહજિક = સ્વભાવભૂત હોય છે. હા, એનો ત્યાગ કરવામાં આવે તો એ મહાન્ અભ્યુદયરૂપ મહાફળ આપનાર હોય છે.
જૈન-તમારી આ વાત બરાબર નથી, કારણકે તમારા જ શાસ્ત્રમાં ‘માંસ’ શબ્દ માટે એમ કહેવાયું છે કે માં (= મને) સ (= તે) ભવિષ્યમાં-પરલોકમાં ખાઈ જશે જેનું માંસ હું અહીં ખાઉં છું.' તમારા ગ્રન્થકાર મનુએ કહેલા આ વચનનો વિચાર કરીએ તો જણાય છે કે પોતે જેનું માંસ ખાઈ રહ્યો છે એના દ્વારા પોતે ખવાવાનો છે.. એ માટે જન્મ પણ લેવો પડે ને પાપનો ઉદય પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org