________________
- -
-
-
-
-
-
-
-
બત્રીશી-૭, લેખાંક-૩૫
૩૭૩ થવો જોઈએ. કારણ કે પાપોદય વિના તો અન્યના જડબામાં ચવાઈ જવાની પીડા શી રીતે આવે ?) પાપનો ઉદય થવા માટે પાપબંધ પણ થવો જ જોઈએ. એટલે નિશ્ચિત થાય છે કે માંસભક્ષણ પાપજનક છે, ને પાપજનક છે માટે ત્યાજ્ય છે.
દ્વિજ માંસભક્ષણ એ જીવોની પ્રકૃતિ છે, આવું વચન માંસને ભક્ષ્ય જણાવે છે.. “માં સ = મને તે પરલોકમાં ખાઈ જશે જેનું માંસ હું અહીં ખાઉં છું..” આવું મનુનું વચન માંસને અભક્ષ્ય જણાવે છે. આ બંને વચનો અમને માન્ય છે ને છતાં એમાં કોઈ પૂર્વાપર વિરોધ નથી, કારણ કે બંનેના વિષય જુદા જુદા છે. આશય એ છે કે આ માંસભક્ષણમાં દોષ જણાવનારો “માં સ ભક્ષયિતા...' શ્લોક મનુસ્મૃતિના પાંચમા અધ્યાયનો પંચાવનમો શ્લોક છે ને એ પછીનો તરતનો જ-છપ્પનમો શ્લોક “ન માંસભક્ષણે દોષ.” વગેરે છે જે માંસભક્ષણને નિર્દોષ જણાવે છે. તરતના જ પછીના શ્લોકમાં પૂર્વશ્લોક કરતાં સાવ વિરુદ્ધ વાત જણાવે એવું તો સંભવતું જ નથી. માટે આ બંનેનો વિષય અલગ-અલગ છે એમ માન્યા વિના છૂટકો નથી. એટલે એવું માનવામાં આવે છે કે પંચાવનમાં શ્લોકમાં જે નિષેધ છે તે શાસ્ત્રબાહ્ય માંસભક્ષણ અંગે છે ને છપ્પનમાં શ્લોકમાં જે વિધાન છે તે શાસ્ત્રવચનથી જે વિહિત છે તે વિશેષ પ્રકારના માંસભક્ષણઅંગે છે. આમ, નિષેધ જે છે તે અન્ય પ્રકારના માંસભક્ષણ અંગે છે ને વિધાન છે તે અન્ય પ્રકારના માંસભક્ષણ અંગે છે, પછી પરસ્પરવિરોધ ક્યાં રહ્યો ?
વૈદિક મંત્રોથી સંસ્કાર કરાયેલું માંસ પ્રોફિતમાંસ કહેવાય છે, યજ્ઞવિધિ, શ્રાદ્ધવિધિ, પ્રાઘુર્ણક (= અતિથિ-મહેમાન) વિધિ વગેરે વિધિને અનુસાર, બ્રાહ્મણોએ ખાઈ લીધા પછી વધેલ તે તે પ્રોક્ષિત માંસનું બ્રાહ્મણોની અનુજ્ઞાપૂર્વક ભક્ષણ કરવું. આવું મનુસ્મૃતિના પાંચમા અધ્યાયના સત્તાવીશમા શ્લોકમાં કહેલ છે. વળી ત્યાં એમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org