________________
બત્રીશી-૭, લેખાંક-૩૫
૩૭પ દ્વિજ-અહીં પણ વિષયવિભાગ કરવો જોઈએ. ગૃહસ્થપણામાં વિહિત એવું પ્રોફિતમાંસભક્ષણ નિર્દોષ છે ને એ ન કરવું એ સદોષ છે. પણ જ્યારે સંસારત્યાગ કરીને સંન્યાસ લેવારૂપ નિવૃત્તિ (= માંસભક્ષણત્યાગ) કરવામાં આવે છે ત્યારે એ મહાન્ અલ્યુદયફળ આપનાર બને છે.
જૈન તો જ્યાં સુધી આ નિવૃત્તિ કરાતી નથી ત્યાં સુધી એ અભ્યદયથી વંચિત રહેવું એ જ એમાં દોષરૂપ કેમ નહીં? તથા, તમે એમ કહેવું છે કે “માંસભક્ષણમાં દોષ નથી, કારણકે એ જીવોની પ્રકૃતિરૂપ = સ્વભાવરૂપ છે. માંસાહારી લોકોને તો વિહિત શું કે નિષિદ્ધ શું ? બધું જ માંસભક્ષણ સહજ જ હોય છે. એટલે કે બધું જ માંસભક્ષણ નિર્દોષ બની ગયું. ને પછી “માં સ ભક્ષયિતાડપુત્ર.' વગેરે દોષપ્રદર્શક શ્લોકનો વિચાર કરવાનો અવસર આવ્યો ત્યારે તમે એમ કહો કે “અધિકારી વ્યક્તિ જે વિહિત માંસભક્ષણ કરે છે એ જ નિર્દોષ છે, બાકીનું માંસભક્ષણ તો સદોષ જ છે, તો આમાં પૂર્વાપરવિરોધ કેમ નહીં ? “વિહિત માંસભક્ષણ જ પ્રકૃતિરૂપ છે, ને એ સિવાયનું પ્રકૃતિરૂપ નથી.” એવું તો કોઈ રીતે સાબિત થઈ શકે એમ છે જ નહીં.
તથા, તમે પ્રોષિતાદિવિશેષ પ્રકારના માંસભક્ષણને જ વિહિત કહો છો એનો મતલબ સામાન્ય રીતે તો = ઉત્સર્ગ તો એ નિષિદ્ધ જ છે. હવે ઉત્સર્ગ નિષિદ્ધ ચીજ તો એવું કોઈ પ્રબળ કારણ હોય તો જ અપવાદે વિહિત બની શકે છે. પ્રોક્ષિત માંસભક્ષણ માટે એવું કોઈ પ્રબળ કારણ દેખાતું નથી. સિવાય કે જીભની લાલસા. તેથી પ્રોક્ષિતમાંસભક્ષણ પણ સદોષ જ છે, નિર્દોષ નહીં.
આ રીતે માંસભક્ષણની સદોષતા વિચારી. હવે મદ્યપાનમૈથુનની સદોષતા વગેરેનો વિચાર આગામી લેખમાં જોઈશું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org