________________
બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે
.
ઉત્તર ઃ એ આપણને પ્રત્યક્ષ નથી, એ વાત બરાબર. છતાં શાસ્ત્રવચનો દ્વારા અને શિષ્ટપુરુષોના આચરણ દ્વારા એ જાણી શકાય છે. ‘માંસભક્ષણ કરવું નહીં' આ રીતે શાસ્ત્રોમાં નિષેધક વચનો મળે છે એનો અર્થ જ એ કે એ બહુ મોટા અનિષ્ટને ભવિષ્યમાં કરનાર છે, ને એ પાપ વિના શક્ય જ નથી. માટે માંસભક્ષણ અધર્મજનક છે. એમ શિષ્ટપુરુષો પણ એનો જ નિષેધ કરતા હોય છે જે મોટું નુકસાન કરનાર હોય. આનાથી વિપરીત, શાસ્ત્રો જેનો નિષેધ ન કરતા હોય ને શિષ્યો જેનો નિષેધ ન કરતા હોય, એ મોટું નુકસાન કરનાર ન જ હોય, એ સ્પષ્ટ છે, એટલે જ એ અધર્મજનક ન હોય એ પણ સમજાય છે. માટે ભક્ષ્યાભક્ષ્યની વ્યવસ્થા આગમ દ્વારા ને શિષ્ટો દ્વારા થયેલી છે, એમાં માંસને અભક્ષ્ય કહ્યું છે-માટે માંસ અભક્ષ્ય છે.
૩૭૦
જો આવું નહીં માનો તો જેમ ગાયનું દૂધ પેય (= પીવા યોગ્ય) છે એમ લોહીને પણ પેય માનવું પડશે, જે મનાતું નથી. વળી ‘જીવના અંગરૂપ હોય તે ભક્ષ્ય' આવા નિયમના આધારે તો તમારે (બૌદ્ધોએ) તમારા ગુરુનું (= બૌદ્ધભિક્ષુનું) માંસ પણ ભક્ષ્ય માનવું પડશે, કારણ કે એ પણ જીવના અંગરૂપ તો છે જ.
શંકા - ગાયના લોહીની જેમ ગાયનું દૂધ પણ એના શરીરનો એક હિસ્સો જ છે. એટલે દૂધપીવામાં પણ માંસભક્ષણ કેમ ન કહેવાય ? એટલે માંસાહારત્યાગીએ ગાયના દૂધનો પણ ત્યાગ કરવો જોઈએ.
સમાધાન તમારી વાત બરાબર નથી, કારણ કે ગાયનું લોહી કે માંસ અને ગાયનું દૂધ આ બેમાં આસમાનજમીનનો ફરક છે. લોહી-માંસ ગાયના આરોગ્યના આધારભૂત છે, શારીરિક શક્તિના આધારભૂત છે, જીવનના આધારભૂત છે, દીર્ઘકાળ ટકનારા છે, એના વિના જીવન જ નથી.. દૂધ આવું નથી એ સ્પષ્ટ છે. લોહી-માંસ કાઢવામાં ગાયને પીડા થાય છે, દૂધ કાઢવામાં નહીં. દૂધ દોહવાનું બંધ કરી દેવામાં આવે તો નવું નવું બનવાનું અટકી જાય છે ને છતાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org