________________
બત્રીશી-૬, લેખાંક-૩૪
૩૬૫
નિવેશ, જ્ઞાનગર્ભિતવૈરાગ્યને પણ મોહગર્ભિત વૈરાગ્યમાં પરિણમાવી દે છે, જેમકે જમાલવિગેરેને.
ગુરુપારતંત્ર્ય મોહને પાતળો કરનાર છે. એટલે જ શાસ્ત્રોના જાણકાર મહાત્મા દીક્ષાપ્રદાન, શાસ્ત્ર ભણવા-ભણાવવાની અનુજ્ઞાપ્રદાનાદિ અવસરે, ખમાસમણાણું હસ્થેણં' એમ કહે છે.. અર્થાત્ ‘ક્ષમાશ્રમણોના-પૂર્વગુરુઓના હાથે- એમની આજ્ઞાથી-એમના પ્રતિનિધિ તરીકે હું તમને આ અનુજ્ઞા આપું છું...' એવો ભાવ વ્યક્ત
કરે છે.
ગુણવાન્ ગુરુના ગીતાર્થતા-સંવિગ્નતા-આશ્રિતો પ્રત્યેની કરુણા... વગેરે ગુણોને જેણે પિછાણ્યા છે, તથા સ્વકીય ગુણદોષને પરખીને પોતે કેટલા પાણીમાં છે એવું જાણવા દ્વારા સ્વતંત્રપણે આત્મહિત સાધવાનું પોતાનું અસામર્થ્ય જેણે નિહાળ્યું છે એ ગુરુપારતન્ત્ય સ્વીકારે જ. વિશિષ્ટ આત્મકલ્યાણરૂપ મહોદય જેનો નજીકમાં છે તેવા જીવો જ આ ગુરુપારતન્ત્યને આદરી શકે છે.
ગુણવાન્ ગુરુની આજ્ઞાનું પાલન કરવાથી ગુણવાન્ પ્રત્યે બહુમાન જાગે છે. આ બહુમાનને જોઈને લોકો આ જૈનશાસન કેવું સુંદર છે કે જેમાં ગુણવાનોનું આવું બહુમાન થાય છે' વગેરે રીતે પ્રવચનની પ્રશંસા કરે છે. આ પ્રશંસાથી એ પ્રશંસકોના આત્મામાં બીજ પડે છે...ને તેથી કાળાન્તરે તેઓને પણ પ્રવચનની પ્રાપ્તિપાલન વગેરે થાય છે... આ જ તો પ્રવચનની ઉન્નતિ છે. એટલે જ્ઞાનાદિગુણયુક્ત ગુરુનું બહુમાન કરનારો આ રીતે પ્રવચનની ઉન્નતિ કરનાર હોવાથી એનું સમ્યગ્દર્શન અનુત્તર=વિશિષ્ટ નિર્મળતાવાળું થાય છે. અન્યને સમ્યગ્દર્શનાદિની પ્રાપ્તિ થાય છે ને પરિણામે એ બહુમાન કરનારની તીર્થંકરપણું વગેરે સુધીની ઉત્કૃષ્ટ ઉન્નતિ થાય છે. કારણ કે આ અનુત્તર સમ્યક્ત્વ તીવ્ર સંક્લેશ વિનાનું હોય છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org