________________
૩૨૮
બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે
હોવાથી એના અધિકારી છે. આ વાત પ્રતિમાશતકમાં કહી છે. આમ ભૂમિકાવશાત્ અનુષ્ઠાન ગુણકર કે દોષકર બને છે એ વ્યવસ્થાનુસારે જ અન્ય વિશેષતાને ગ્રન્થકાર જણાવે છે –
આમ ભાવસ્તવાધિરૂઢ સાધુ સ્નાનાદિનો અનધિકારી છે, કારણકે એમની ભૂમિકામાં એમના માટે એ હિતકર નથી. એટલે જ જે પ્રકૃતિથી જ આરંભભીરુ હોય અથવા જે સામાયિકાદિમાં રહ્યો હોય તેવો ગૃહસ્થ પણ આ જિનપૂજાની બાબતમાં અનધિકારી કહેવાય છે. અષ્ટકજીના વૃત્તિકારે (૨/પની વૃત્તિમાં) કહ્યું છે કે “તેથી જ સામાયિકમાં રહેલો શ્રાવક પણ પૂજાનો અનધિકારી છે, કેમકે તે પણ સાવઘયોગથી નિવૃત્ત થયો હોઈ ભાવસ્તવપર આરૂઢ થયો હોવાના કારણે સાધુ જેવો જ હોય છે. તેથી જ જેને સ્વયં ગૃહસ્થ હોવા છતાં સ્વભાવે જ પૃથ્વીકાયાદિની વિરાધનાનો ડર લાગતો હોય અને તેથી તેની વિરાધનાથી બચતો સતત જયણાશીલ હોય, સાવદ્યયોગોનો વધુ ને વધુ સંક્ષેપ કરવાની રુચિવાળો હોય તેમજ સાધુ ક્રિયાઓનો અનુરાગી હોય તેને ધર્મ માટે ય સાવદ્ય આરંભ પ્રવૃત્તિ કરવી એ યોગ્ય નથી.”
પ્રશ્ન : જે કુટુંબાદિ માટે આરંભ કરતો હોવા છતાં પૂજામાં થનારા આરંભથી બીતો હોય અને તેથી પૂજા ન કરતો હોય તો શું વાંધો ?
ઉત્તર : જે કુટુંબાદિ માટે પૃથ્વીકાયાદિનો આરંભ કરે છે અને જિનપૂજા નિમિત્તે પુષ્પાદિના આરંભની શંકા કરે છે તેને કાર્ય-અનાર્યના જ્ઞાનરૂપ વિવેકનો અને ઉદાર આશય રૂપ ઔદાર્યનો નાશ થવાથી પરમ અબોધિ (બોધિહાનિ રૂ૫) મોટું નુકસાન થાય છે. અન્યત્ર આરંભવાનું આવો ગૃહસ્થ કુલ વગેરેમાં તો જીવવિરાધના રહી છે એમ દલીલ કરી પુષ્પાદિ ન ચઢાવે અથવા ઓછા ચઢાવે તો એના પરથી એ આરંભની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org