________________
બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે
સદાઅનારંભિતા તો સંવિગ્નપાક્ષિક-અગ્યારમી પડિમાવહન કરનાર શ્રાવકમાં હોય જ છે. માટે એમની ભિક્ષા પણ સર્વસંપત્ઝરી હોય છે એ જાણવું.
૩૫૦
અથવા, સંવિગ્નપાક્ષિકપણું કે એવી પડિમાવાળું શ્રાવકપણું જેમ ભાવસાધુપણાનું કારણ છે, એમ એ શ્રાવકની ભિક્ષા ભાવસાધુની ભાવસર્વસંપત્કરી ભિક્ષાનું કારણ છે. એટલે એ શ્રાવકની ભિક્ષા પ્રધાન દ્રવ્ય સર્વસંપત્કરી ભિક્ષા છે, એમ જાણવું.
હવે બીજી પૌરુષની ભિક્ષા-જે ભિક્ષા દીક્ષાની વિરોધી છે તે પૌરુષની ભિક્ષા છે. દીક્ષાના આવરણકર્મ ચારિત્ર મોહનીય કર્મનો જે બંધ કરાવે છે તે દીક્ષાની વિરોધી કહેવાય. સંયમનો સ્વીકાર કર્યા પછી પણ જે પૃથ્વીકાય વગેરે જીવોની વિરાધના કરીને ભિક્ષા લે છે, તથા શુદ્ધભિક્ષા પર જીવનારા ઉદ્યતવિહારી સાધુઓની નિંદા કરીને ભિક્ષા લે છે તેની ભિક્ષા પૌરુષની ભિક્ષા હોય છે. આ રીતે ભિક્ષા લેનારો સ્વ-પરના ધર્મની લઘુતા કરનાર બને છે. તથા, વેપાર અને રાંધવા વગેરેમાં આરંભ-સમારંભ થાય છે. એના કરતાં ભિક્ષાથી જીવનનિર્વાહ કરશું ને શેષસમયમાં સામાયિક વગેરે કરશું' એવું વિચારી જે ગૃહસ્થ ભિક્ષા લે છે એની પણ ભિક્ષા પૌરુષની જાણવી, કારણ કે એ પણ એવા આચરણ દ્વારા ‘આ જૈનો આવું અનુચિત કરનારા છે' વગેરેરૂપ શાસનનો અવર્ણવાદ થવામાં નિમિત્ત બની ધર્મની લઘુતા કરે છે.
શંકા પણ આમાં તો આરંભ-સમારંભને વર્જવાનું હોવાથી અહિંસા રહેલી છે. તેથી અહિંસા પરમો ધર્મ ન્યાયે આ પણ ધર્મરૂપ કેમ નહીં ?
-
સમાધાન અહિંસા પરમો ધર્મ એ સ્થૂલદૃષ્ટિનું સૂત્ર છે. સૂક્ષ્મદૃષ્ટિએ તો ‘આજ્ઞા ૫૨મો ધર્મઃ' એ સૂત્ર છે. આ વાત પૂર્વે
Jain Education International
-
For Private & Personal Use Only
www.jainelibrary.org