________________
બત્રીશી-૬, લેખાંક-૩૩
૩પ૧ આવી ગઈ છે. પ્રભુની આજ્ઞા-શાસ્ત્રોક્ત વિધાન પણ સદાઅનારંભિતા માટે છે. એટલે કે જેમ જિનપૂજા એ ગૃહસ્થ માટે વિહિત છે તો સાધુ એના અનધિકારી છે એમ ભિક્ષાચર્યા એ સદાઅનારંભી માટે વિહિત છે, માટે ગૃહસ્થ એનો અનધિકારી છે. છતાં એ પોતાને એનો અધિકારી માની ભિક્ષા ફરે છે, માટે એ મોહાધીન છે.
શંકા - પ્રતિમાપારી શ્રાવક પણ આરંભ-સમારંભ કરવાકરાવવા ન પડે એ માટે પ્રતિમાકાળે ભિક્ષાથી ઉદરપૂરણ કરે છે. તેથી એની ભિક્ષા પણ પૌરુષબ્બી જ કહેવાશે ને ?
સમાધાન - પ્રતિમાપારી શ્રાવક મોહાધીન બનીને નહીં, પણ જિનાજ્ઞાને અનુસરીને ભિક્ષા ફરતો હોવાથી એની ભિક્ષા દીક્ષાની વિરોધી હોતી નથી, અર્થાત્ ચારિત્ર મોહનીય કર્મ બંધાવનાર હોતી નથી. પણ ઉપરથી જિનાજ્ઞાપાલન હોવાથી ચારિત્રમોહનીયનો ક્ષયોપશમ કરાવવા દ્વારા દીક્ષાને અનુકૂળ હોય છે. તેથી એની ભિક્ષા પૌરુષષ્મી બની જતી નથી.
શંકા - છતાં, “આ જૈનો આવું અનુચિત કરનારા છે” આવું બીજા ગૃહસ્થોની જેમ આના માટે પણ લોકોને થશે જ ને ? ને તેથી શાસનની લઘુતા તો થશે ને ?
સમાધાન - સામાન્ય ગૃહસ્થ માટે, “આ આળસુ છે, કામ કશું કરવું નથી ને મફતીયું ખાવું છે, સમાજ પર ભારરૂપ છે' વગેરે રૂપે લોકને અનુચિતતા ભાસે છે પણ પડિમાધારી શ્રાવક માટે લોકને આવો વિચાર આવવો સંભવિત નથી. કારણ કે એ આગળ તો વેપાર વગેરે ઉદ્યમ કરનારો હતો જ, ને સંપન્ન હોય તો સમાજ માટે ખર્ચ કરનારો પણ હતો. એટલે લોકને એમ વિચાર આવી શકે કે હાલ કોઈ વ્રત છે માટે ભિક્ષા ફરે છે. જેમ સાધુ માટે થાય છે, એમ. ને તેથી શાસનની લઘુતા થતી નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org