________________
લેખાંક
૩૪
સાધુસામગ્યના ત્રણ અંશો કહેલા. એના પ્રથમ અંશ જ્ઞાનના ત્રણ પ્રકારોનો ૩૨મા લેખમાં વિચાર કર્યો. બીજા ભિક્ષાઅંશનો ૩૩મા લેખમાં વિચાર કર્યો. હવે ત્રીજા
વૈરાગ્યઅંશનો આ લેખમાં વિચાર કરવાનો છે.
વૈરાગ્ય ત્રણ પ્રકારે કહેવાયેલો છે. દુઃખાન્વિત (=દુઃખગર્ભિત), મોહાન્વિત (= મોહગર્ભિત) અને જ્ઞાનાન્વિત (= જ્ઞાનગર્ભિત).
(૧) દુઃખગર્ભિતવૈરાગ્ય-આ વૈરાગ્ય આર્તધ્યાનરૂપ છે. અર્થાત્ આ વસ્તુતઃ વૈરાગ્ય નથી, પણ, વૈરાગી જીવો વિષયવિલાસસાંસારિક સુખોને તિલાંજલિ આપી સાધનામાર્ગે જેમ જોડાતા હોય છે, એમ આવા જીવો પણ તત્કાળ તો વિષયસુખોને ને એની વ્યક્ત ઇચ્છાને તિલાંજલિ આપી સાધનામાર્ગે જોડાતા હોય છે, માટે બાહ્યદૃષ્ટિએ વૈરાગ્ય જેવું વર્તન હોવાથી એ વૈરાગ્ય કહેવાય છે.
આશય એ છે કે સાંસારિક સુખોની ઇચ્છાનો વિચ્છેદ બે રીતે થાય છે-(૧) ‘આ વિષયો (વ્યક્તિ કે પ્રસંગો) મને મળી શકે એમ નથી' આવા અલભ્યવિષયત્વજ્ઞાનથી ઇચ્છાનો વિચ્છેદ થાય છે. અને (૨) ‘વિષયો ચંચળ છે, અલ્પકાલીન તુચ્છ સુખ આપીને દીર્ઘકાલીન દુર્ગતિના દુઃખો ઊભા કરનાર છે...' વગેરે પ્રતીતિના કારણે વિષયો પ્રત્યે દ્વેષ-નફરત પેદા થવા દ્વારા એની ઇચ્છાનો વિચ્છેદ થાય છે.
Jain Education International
ઇષ્ટ સામગ્રી-સંયોગને પામવાની પ્રબળ ઇચ્છા ને અઢળક પ્રયત્નો હોવા છતાં જ્યારે એ મળતા નથી.. ને ઉપરથી મળવાની આશા-સંભાવના પણ જણાતી નથી ત્યારે ‘આપણા નસીબમાં જ નથી... છોડો આ બધી ઝંઝટ...ને ત્યાગમાર્ગે સાધના કરો...’ આવી
For Private & Personal Use Only
www.jainelibrary.org