________________
-
-
--
---
-
બત્રીશી-૬, લેખાંક-૩૩
૩૫૫ પ્રતિશંકા - રાંધવાના અવસરે સંકલ્પ કર્યો ન હોય પણ પછી અવસર આવે ત્યારે દાન દઈ દે. તેથી અસંકલ્પિત પિંડ સાધુને પણ મળી શકે છે ને !
શંકા - ના, જેને આપવાનો પહેલેથી સંકલ્પ કર્યો ન હોય તે સામાન્ય રીતે આપી શકાતું નથી. કેમકે એ પોતાના જ પૂરતું હોય, એટલે એનો પોતે જ ઉપયોગ કરવાનો હોય. તેમ છતાં જો આપી દે તો પછી પોતાના માટે નવું બનાવવું પડે જેમાં સાધુને પશ્ચાત્કર્મ લાગે.
પ્રતિશંકા - કોઈ પણ અતિથિને સત્કાર્યા પછી ભોજન કરવા દ્વારા પણ સદ્ગૃહસ્થપણું જળવાઈ રહે છે. એટલે સાધુભગવંત સિવાયના સંન્યાસી વગેરેનો સંકલ્પ ભલે હોય. સાધુને તો એ કલ્પી જ શકે છે ને !
શંકા - શ્રીદશવૈકાલિક સૂત્રમાં તો કોઈને પણ દાન આપવાના (ને એના દ્વારા) પુણ્ય કમાવવાના સંકલ્પવાળું બધું જ ભોજન સાધુને અકથ્ય કહ્યું છે. ને તેથી સદ્ગુહસ્થ તો એવા સંકલ્પપૂર્વક જ રાંધતા હોવાથી એમના ઘરે સાધુએ ભિક્ષા જઈ જ નહીં શકાય..
સમાધાન - સંકલ્પિત પિંડ કોને કહેવાય ? એ સમજ્યા ન હોવાથી તમે આવી શંકા કરો છો. પોતાના વપરાશની ચીજ કરતા વધારાની ચીજ માટે દાન માટેની ચીજ માટે જો સ્પષ્ટ વિભાગપૂર્વક રાંધવામાં આવે કે “આટલું કુટુંબ માટે જ અને આટલું આપવા માટે જ' તો જ એ સંકલ્પિત પિંડ કહેવાય છે. સામાન્યથી સદ્ગુહસ્થો થોડું વધારે બનાવતા હોય તોપણ, “આટલું આપવા માટે જ છે, એનો કુટુંબ માટે ઉપયોગ નહીં જ કરવાનો “આવો આગ્રહ હોતો નથી, ને તેથી કદાચ આપવાનો અવસર ન આવે તો કુટુંબના ઉપયોગમાં લઈ જ લેતા હોય છે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org