________________
બત્રીશી-૬, લેખાંક-૩૩
૩૫૩
અનુકંપા જ જાગે છે, તિરસ્કારાદિ નહીં. ને તેથી અનુકંપાથી લોકો આ દીનાદિને ભિક્ષા આપતા હોવાથી આમાં ધર્મની એવી લઘુતા થવી લગભગ સંભવિત નથી. માટે આ ભિક્ષા પૌરુષની ભિક્ષા જેવી અતિદુષ્ટ નથી.
નાની ઉંમરમાં દીક્ષા લીધી હોવાથી વેપાર વગેરે શીખ્યા ન હોય.. મજુરી વગેરે માટે પણ શારીરિક-માનસિક કેળવણી ન હોય. આવા કોઈક જીવોના પરિણામ પડ્યા પછી ઘણું સમજાવવા છતાં ચારિત્રના પરિણામ જાગતા નથી. વળી જીવનનિર્વાહનું કોઈ સાધન નથી એટલે ભિક્ષા તો ફરવાનું જ છે. માટે જે સંપૂર્ણ રીતે ગૃહસ્થ ન બની જાય ને મધ્યમમાર્ગ રાખે-જેમકે સિરે મુંડન કરાવતો હોયરજોહરણ ન હોય, પત્ની વિનાનો હોય... તુંબડુ લઈને ભિક્ષા ફરતો હોય.. આવાને સારૂપિક કહેવાય છે. આવા સારૂપિક વગેરેની ભિક્ષા પણ વૃત્તિભિક્ષા કહેવાય છે. પણ, ચારિત્રથી પતિત થયા હોવા છતાં જેઓ અત્યંત પાપભીરુ છે, ને સંવેગની તીવ્રતાના કારણે પ્રવ્રજ્યા પ્રતિ જ જેઓનું મન ઢળેલું છે (ને તેથી જેઓને પોતાની શિથિલતાનો મનમાં ઘણો રંજ છે... પ્રરૂપણા તો સૂત્રની જ છે, ઉત્સૂત્રની નહીં..) આવા જીવોની ભિક્ષા તો સર્વસંપત્કરી ભિક્ષા જ હોય છે.
આવા સંવિગ્નપાક્ષિક અને ઉપર કહેલા સારૂપિક વગેરેને છોડીને બાકીના જે સંયમ છોડનારા હોય તેઓની તથા પુષ્ટ શરીરીઆરંભસમારંભ કરનારા અજૈન ગૃહસ્થોની જે ભિક્ષા તે પૌરુષની જ હોય છે, કારણકે કેવલ પુરુષાર્થને હણનારી હોય છે.
આ ત્રણ પ્રકારની . ભિક્ષામાંથી સર્વસંપત્કરી ભિક્ષાથી સાધુસામગ્ય સંપન્ન થાય છે.
એમાં પણ નવકોટિશુદ્ધપિંડનું ગ્રહણ કરવાથી સર્વસંપરી ભિક્ષા સંપન્ન થાય છે. ક્રયણ, હનન અને પચનદ્વારા અકૃત-અકારિત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org