________________
વહોરાવવાની કલા
અનુમોદનાને
૩૫૪
બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે અને અકલ્પિત પિંડ એ નવકોટિશુદ્ધપિંડ કહેવાય છે. આ શબ્દોના અર્થ આવા છે-સાધુએ જે સ્વયં ન કર્યું હોય તે અકૃત. સાધુએ જે ગૃહસ્થ પાસે કરાવેલું ન હોય તે અકારિત, સાધુએ કરાવ્યું ન હોયકરવાની કોઈ સૂચના ગૃહસ્થને આપી ન હોય, છતાં ગૃહસ્થ જ પોતાની મેળે સાધુને વહોરાવવાની કલ્પનાથી જે બનાવે તે કલ્પિત. આવો કલ્પિતપિંડ વહોરવાથી, ગૃહસ્થ એ માટે કરેલા આરંભાદિની અનુમોદનાનો દોષ લાગે છે. માટે એને વર્જવાનો હોય છે. જે એવો ન હોય તે અકલ્પિતપિંડ. આમાં સ્વયં ન કર્યું હોય-ન કરાવ્યું હોય. વગેરે જે કહ્યું તે પણ ક્રયણ, હનન ને પચન એમ ત્રણરૂપે જાણવું. ખરીદવાની ક્રિયા એ ક્રયણ. એટલે કે સાધુએ સ્વયં ખરીદેલું ન હોય, ગૃહસ્થ પાસે ખરીદાવેલું ન હોય. કે ગૃહસ્થ પોતાની મેળે સાધુને વહોરાવવાની કલ્પનાથી ખરીદેલું ન હોય. આવો પિંડ ક્રયણરૂપે અકૃત-અકારિત અને અકલ્પિત કહેવાય. આ જ રીતે હનન અને પચન માટે જાણવું. ઝાડ પરથી ફળ વગેરે તોડવા-સમારવા. આ બધામાં એ જીવનો ઘાત થાય છે. આ હનન છે. અને રાંધવાની ક્રિયા એ પચન છે.
શંકા - જેના કયણ, હનન કે પચનમાં સાધુને વહોરાવવાનો સંકલ્પ કર્યો હોય એવો સંકલ્પિત પિંડ પણ જો અગ્રાહ્ય હોય તો સાધુઓએ સદ્ગુહસ્થોને ત્યાં ભિક્ષાએ જઈ જ નહીં શકાય. કેમકે સગૃહસ્થો પેટભરા હોતા નથી, માટે રાંધવા વગેરેની બધી પ્રવૃત્તિ માત્ર સ્વ માટે ન કરતાં સ્વ-પર બન્ને માટે કરતા હોય છે. ભિક્ષાચરને આપવાની ગણતરી વિના માત્ર પોતાના પૂરતું જ રાંધે તો એમાં એમનું સદ્ગુહસ્થપણું જ ચાલ્યું જાય. તે પણ એટલા માટે કે દેવતા, માતા-પિતા, અતિથિ, અને ભર્તવ્યનું (જેનું ભરણપોષણ કરવાની પોતાની જવાબદારી છે એનું) પોષણ કર્યા બાદ શેષ ભોજન કરવું એ ગૃહસ્થધર્મ છે' એવું લૌકિક શાસ્ત્રોમાં કહ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org