________________
૩૪૮
બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે કોઈક ચોક્કસ પરિણામ જાણી શકાય છે. એ ચોક્કસ પરિણામ જ જયણાનું પાલન કરાવી દે છે જેથી સદાઅનારંભિતા સંપન્ન થાય છે.
પ્રશ્ન : બાળક અજ્ઞાન હોય છે. એટલે આત્મહિતનું અજ્ઞાન = અજાણપણું એ બાલતા=બાળકપણું કહેવાય છે. આવી બે પ્રકારે બાલતા હોય છે. આચારહીનતા આ પ્રથમબાલતા છે. અને એ આચારહીનતાનો બચાવ એ બીજી બાલતા છે. સંવિગ્નપાક્ષિકમાં આચારહીનતાના કારણે પ્રથમબાલતા હોય છે. પણ નિરૂપણ કરવાના અવસરે એ પોતાનો બચાવ નથી કરતો. પણ “આચારમાર્ગ તો આવો છે, હું શિથિલતાના કારણે આવું આચરણ કરું છું' વગેરે યથાર્થ નિરૂપણ કરે છે, માટે એનામાં દ્વિતીયબાલતા હોતી નથી. એટલે સંવિગ્નપાક્ષિક એકબાલ હોય છે. આવો એકબાલ સંવિગ્નપાક્ષિક દ્રવ્યમુનિ હોય છે, કારણ કે સંવિગ્નપાણિકપણાના કારણે = યથાર્થ પ્રરૂપણા વગેરેના કારણે એ ભાવસાધુપણું ભવિષ્યમાં પામવાનો હોય છે એવું ઉપદેશમાળા વગેરેમાં જણાવ્યું છે. આવા એકબાલદ્રવ્યમુનિ સંવિગ્નપાક્ષિકમાં આચારની શિથિલતાના કારણે સદાઅનારંભિતા હોતી નથી. એમ અગ્યારમી પડિમાને વહન કરનાર શ્રાવકમાં એ પ્રતિમાકાળ દરમ્યાન અનારંભિતા હોવા છતાં એની આગળપાછળના કાળમાં તો એ હોતી નથી. માટે સદાઅનારંભિતા હોતી નથી. ઉદ્યતવિહારી સાધુ-સાધ્વીજી ભગવંતો તો સદાઅનારંભ હોવાથી એમની ભિક્ષા તો સર્વસંપન્કરી હોય છે. પણ આવા સંવિગ્નપાક્ષિક કે અગ્યારમી ડિમાવહન કરનાર શ્રાવકની ભિક્ષાને કઈ માનવી? કારણ કે સદાઅનારંભિતા નથી, માટે સર્વસંપન્કરી નથી. તથા પૌરુષષ્મી કે વૃત્તિભિક્ષાની વ્યાખ્યા પણ એમની ભિક્ષામાં ઘટતી ન હોવાથી એ બે ભિક્ષા પણ કહી શકાતી નથી.
ઉત્તર : એમની ભિક્ષા ફળતઃ સર્વસંપન્કરી હોય છે અથવા દ્રવ્યસર્વસંપત્કરી હોય છે. આશય એ છે કે શ્રીહરિભદ્રસૂરિમહારાજે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org