________________
૩૪૬
બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે
ઉચ્ચાર સામાયિકને અનુકૂળ છે ને કેવા કેવા આચારાદિ સામાયિકને પ્રતિકૂળ છે આ બાબતનો કોઈ વિચાર જ ન કર્યો હોય, સર્વજ્ઞવચનો-અનુભવીઓના અનુભવો વગેરેને આધારે એનું વિભાજન જ ન કર્યું હોય, તો “મારે સાવદ્ય પ્રવૃત્તિઓના પચ્ચખાણ છે.” આવો ખ્યાલ હોવા છતાં હું હાલ જે કરી રહ્યો છું એ સાવદ્ય છે એવો ખ્યાલ ન હોવાથી એનું વારણ ન થાય ને તેથી સાવદ્ય પ્રવૃત્તિ જ થઈ રહી હોય એવી પૂર્ણ સંભાવના રહે છે. આવું વિભાજન કર્યું ન હોવું એ અબોધ કહેવાય છે. ગીતાર્થ ગુરુની નિશ્રામાં રહેલા અગીતાર્થને સ્વયં આવી જાણકારી ન હોવા છતાં, દરેક વખતે ગુરુ દ્વારા હેય-ઉપાદેયનું માર્ગદર્શન મળી રહેતું હોવાથી ફળતઃ એ હોય જ છે. તેથી જ ગ્રન્થકારે પણ ગુરુપારતન્યને જ્ઞાનરૂપે કહી દીધું છે. - ઉક્તબોધ કર્યો હોવા છતાં તે તે પ્રવૃત્તિકાળ એ બોધ જો ઉપયોગરૂપે હુરે નહીં કે “આ મારા વ્રતને વિરોધી છે ને તેથી અકર્તવ્ય છે' તો અનભિગમ જાણવો. આવી અવસ્થામાં તત્ત્વબોધનો સંસ્કારરૂપ સંબંધ માની શકાય નહીં. પ્રતિકૂળ પ્રવૃત્તિ કરવાનો અવસર આવે ત્યારે તૂર્ત “આ મારે ત્યાજ્ય છે' એવો ઉપયોગ આવી જાય તો એ “અભિગમ” કહેવાય. આ તત્ત્વબોધનો સંસ્કારરૂપ સંબંધ થયો કહેવાય. આવો ઉપયોગ સ્ફરવા છતાં, પ્રમાદ હોય તો પ્રતિકૂળ પ્રવૃત્તિ થઈ જાય છે. આવી અવસ્થા એ તત્ત્વબોધ હોવા છતાં તત્ત્વસંવદનનો સંસ્કારરૂપ સંબંધ નથી એમ સમજવું.
આમ સાધુસમયના પ્રથમ અંશ જ્ઞાનના ત્રણ પ્રકારો વિચાર્યા. હવે, એના બીજા અંશ ભિક્ષાનો વિચાર આગામી લેખમાં જોઈશું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org