________________
૩૪૪
બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે
સંભાવના હોય ત્યાં પણ એવી સંભાવના ન રહે. ને પ્રભુના વચનોમાં તો ક્યાંય ગરબડ હોય નહીં. મારી સમજમાં ફે૨ હોય શકે...' સીધો આ વિચાર જ સ્ફુરે... આવી ભૂમિકા થઈ હોય એ યથાર્થજ્ઞાનનો સંસ્કારરૂપ સંબંધ થયો કહેવાય. એમ ડગલે ને પગલે. પોતાની તે તે પ્રવૃત્તિનું આ હેય કે ઉપાદેય છે ? એવું વિભાજન થયા કરવું... આ પણ એનો સંસ્કારરૂપ સંબંધ થયો કહેવાય. નહીંતર ક્યારેક શાસ્ત્રવચનોના એકાગ્ર ઉપયોગ-કાળે વાસ્તવિક શ્રદ્ધા કે હેયઉપાદેયનો યથાર્થ બોધ હોય, પણ જેવો એ ઉપયોગ છૂટ્યો કે પાછી કોઈપણ પ્રકારની ગરબડની શક્યતા... આવી અવસ્થા એ યથાર્થ બોધનો સંસ્કારરૂપ સંબંધ નથી. ને તેથી એ ક્યારેય પણ દગો દઈ દે... તેથી સામગ્રીની પૂર્ણતા થાય નહીં.
હવે બોધાનુરૂપ પ્રવૃત્તિના સંસ્કારનો વિચાર કરીએ -
ત્યાજ્ય પ્રવૃત્તિથી વિરમવાના એવા સંસ્કાર (= લબ્ધિ ક્ષયોપશમ) ઊભા થવા જોઈએ કે જેથી સ્વપ્નમાં પણ વિપરીત પરિસ્થિતિ ઉપસ્થિત થાય તો અટકી જવાનું થાય. જેમકે પ્રથમ અહિંસા મહાવ્રતનું પચ્ચકખાણ જો આવા સંસ્કાર ઊભા કરવામાં સમર્થ બન્યું હોય તો રાત્રે સ્વપ્નમાં પોતે કશે જઈ રહ્યા હોય ને વચ્ચે પાણીનો રેલો આવ્યો... તો તરત પગ અટકી જાય... સ્વપ્નમાં રેલવે દેખાય ને એમાં પોતે બેસ્યા આવું જોવા મળે તો સમજવું કે આવશ્યક સંસ્કાર ઊભા થયા નથી. એમ જાગ્રત અવસ્થામાં પણ જ્યારે જ્યારે મહાવ્રત વિરોધી પરિસ્થિતિ નિર્માણ થાય ત્યારે ત્યારે સાવધાની આવે ને એનાથી અટકવાનું થાય તો સંસ્કારરૂપ સંબંધ થયો કહેવાય. જો સાવધાની આવી જાય કે આ પ્રવૃત્તિ મારા સંયમમહાવ્રત-સામાચારી વગેરેની વિરુદ્ધ છે ને છતાં પ્રમાદાદિવશ એ પ્રવૃત્તિ થાય તો તત્ત્વબોધના સંસ્કાર છે પણ તદનુરૂપ આચરણના સંસ્કાર નથી ને તેથી તત્ત્વસંવેદનનો સંસ્કાર સંબંધ નથી એ જાણવું...
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org